Not Set/ પૃથ્વીની નજીકથી પસાર થયેલા ઉલ્કાપિંડને લઇને હવે વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસનાં પ્રકોપ વચ્ચે, વિશાળ ઉલ્કાપિંડ આજે પૃથ્વીની નજીકથી પસાર થઈ ગયો. ભારતીય સમય મુજબ, 1998 OR2 નામનો આ ઉલ્કાપિંડ રાત્રીનાં 3 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. આ ઉલ્કાપિંડને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો થઈ હતી. જો કે, નાસાએ તે સ્પષ્ટ કર્યું કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ નુકસાન નથી. તેમ છતાં, […]

World

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસનાં પ્રકોપ વચ્ચે, વિશાળ ઉલ્કાપિંડ આજે પૃથ્વીની નજીકથી પસાર થઈ ગયો. ભારતીય સમય મુજબ, 1998 OR2 નામનો આ ઉલ્કાપિંડ રાત્રીનાં 3 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. આ ઉલ્કાપિંડને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો થઈ હતી. જો કે, નાસાએ તે સ્પષ્ટ કર્યું કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ નુકસાન નથી. તેમ છતાં, ઉલ્કાપિંડનાં શરીરને ‘સંભવિત જોખમી ઉલ્કાપિંડ‘ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. પૃથ્વીની નજીકથી પસાર થયા પછી હવે આ ઉલ્કાપિંડ વિશે એક મોટી માહિતી બહાર આવી છે.

નાસાનાં જણાવ્યા અનુસાર, આ ઉલ્કાપિંડ જુલાઈ 1998 માં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં પૃથ્વીની નજીક ઉલ્કાઓ શોધવાના મિશનનાં ભાગરૂપે મળી આવી હતી. ત્યારબાદ, છેલ્લા બે દાયકાથી ખગોળશાસ્ત્રીઓ સતત આ ઉલ્કાપિંડનાં અભ્યાસ કરતા હતા. હવે આ ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થયા પછી, ખગોળશાસ્ત્રીઓએ એક મોટી જાણકારી આપતા જણાવ્યું, ‘અમે 1998 OR 2 ની કક્ષીય માર્ગનો અભ્યાસ ખૂબ જ ચોકસાઈથી કર્યો છે અને આ અભ્યાસ પછી અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ઓછામાં ઓછા 200 વર્ષ સુધી પૃથ્વી પર આ ઉલ્કાના પ્રભાવની કોઈ સંભાવના નથી. ખગોળશાસ્ત્રીઓ અનુસાર, 1998 OR2 ઉલ્કાપિંડ આકારમાં લગભગ 1.2 માઇલ પહોળુ પૃથ્વીથી આશરે 4 મિલિયન માઇલથી પસાર થયુ છે. 1998 OR2 ને ‘સંભવિત જોખમી ઉલ્કાપિંડ‘ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, તેથી સતત અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ ઉલ્કાનાં એક ફોટોને પૃથ્વી પરથી પસાર થતા પહેલા આરેસિબો ઓબ્ઝર્વેટરી દ્વારા પણ બહાર પાડવામાં આવ્યા હતા, જે ચોંકાવનારું હતું. આરેસિબો ઓબ્ઝર્વેટરી દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોને જોતા, પ્રથમ દૃષ્ટિએ એવું લાગ્યું કે આ ઉલ્કાપિંડે એક માસ્ક પહેરેલો છે.

એરેસિબો ઓબ્ઝર્વેટરીમાં ગ્રહોનાં રડારનાં પ્રમુખ એની વિર્કીએ એક નિવેદન બહાર પાડ્યું હતું, “ઉલ્કાપિંડની ઉપર કેટલાક નાના ટોપીનુમા આકૃતિઓ છે, જે ટેકરીઓ જેવી લાગે છે અને જે વૈજ્ઞાનિકોને તેની તરફ આકર્ષે છે. પરંતુ, આ દિવસોમાં અમે કોરોના વાયરસનાં રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેથી તેને પહેલી નજરે જોતા લાગે છે કે આ ઉલ્કાએ માસ્ક પહેરેલો છે.‘ એની વિર્કીએ જણાવ્યું કે, તેને ‘સંભવિત ખતરનાક‘ ઉલ્કાનાં રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે તેનો વ્યાસ 500 ફુટથી વધુ છે અને તે પૃથ્વીથી લગભગ 4,65,000 માઇલ પર છે. એની વિર્કીએ જણાવ્યું હતું કે, ‘જો કે, આ ઉલ્કાથી પૃથ્વી પૂરી રીતે સુરક્ષિત છે. તેમ છતાં, આવા ખતરા સાથે કામ કરવાની અસરો અને તકનીકો વિકસાવવા માટે, આ ઉલ્કા સંસ્થાઓની લાક્ષણિકતાઓને સમજવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. વળી, નાસાએ તેના વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ‘1998 માં મળી આવેલ 1.2 માઇલ પહોળા ઉલ્કાપિંડની શોધ બાદથી આશરે 20 હજાર માઇલની ઝડપે પ્રવાસ કરી રહ્યુ છે. જો કે, આવતા અઠવાડિયામાં તે પૃથ્વીની આસ-પાસ ક્યાંય નહીં હોય.‘ બીજી તરફ ઓબ્ઝર્વેટરીનાં સંશોધનકાર ફ્લેવિયન વેન્ડિટીએ એક નિવેદન બહાર પાડ્યું હતું, “આ વર્ષની અપેક્ષા વર્ષ 2079 માં આ ઉલ્કા પિંડ પૃથ્વીથી લગભગ 3.5 ગણુ વધારે નજીકથી પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.