કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં 3જી મેના રોજ સવારે 10:30 કલાકે તમામ ગામોમાં એકસાથે એક સમયે સેનિટીઇંઝેશન હાથ ધરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ જણાવ્યું છે કે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે પ્રજા અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ગામોમાં એકસાથે સેનીટાઇઝેશન હાથ ધરાનાર છે. આ કામગીરી સંપૂર્ણપણે લોક ડાઉન ના નિયમો તથા સોશ્યલ ડીસટેન્સ જાળવીને હાથ ધરાનાર છે જેથી જેનુ ઇચ્છિત પરિણામ મળી શકે
કોરોનાનું સંક્રમણ અટકાવવા આ પ્રકારની એગ્રેસીવ કામગીરી સૌપ્રથમ વખત યોજાઈ રહી છે,એમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદ જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના નેતૃત્વ નીચે જિલ્લાના 464 ગામોમાં એક સાથે આ કામગીરી હાથ ધરાનાર છે રોગનું સંક્રમણ અટકાવવા સેનિટેાઇઝેશન એ ખૂબ મહત્વની બાબત છે ત્યારે આ કામગીરી માટે કુલ ૩ લાખ લીટર દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી આ માસ મુવમેન્ટ હાથ ધરાનાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
