દેશમાં કોરોના વાયરસનાં ચેપનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વળી, દેશનાં કોરોના વોરિયર્સ પણ તત્પરતા સાથે કોરોના સાથે લડાઈ લડી રહ્યા છે. દેશવાસીઓએ કોરોના વોરિયર્સ માટે તાળીઓ, થાળી અને શંકનાદ કર્યો તો હવે ભારતીય સેના આ લડવૈયાઓને સન્માન આપશે. આજે દેશનાં યોદ્ધાઓ કોરોના યોદ્ધાઓનું સન્માન કરશે. આપણા સૈન્યનાં જવાનો આજે કોરોના યુદ્ધમાં પ્રથમ મોરચા પર લડતા કોરોના વોરિયર્સને વિશેષ માન આપશે. કોરોનાનાં આ વીરોને આઝે બોર્ડરનાં શૂરવીરો સલામી રજૂ કરશે.
આજે દેશની ત્રણેય સૈન્યદળ કોરોના યુદ્ધમાં પ્રથમ મોરચા પર રહેલા ડૉક્ટરો, સફાઇ કામદારો, નર્સો, તબીબી કર્મચારીઓ, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરશે. સૈન્ય આજે આ કર્મવીરો ઉપર ફૂલોનો વરસાદ કરશે. આજે દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી આ યોદ્ધાઓનું આદર કરવામાં આવશે. હોસ્પિટલો ઉપર ફૂલો વરસાવવામાં આવશે. આ માટે સેનાએ વિસ્તૃત વ્યવસ્થા કરી છે. શુક્રવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આ જાહેરાત કરી હતી.
વિશેષ કાર્યક્રમની શરૂઆત દિલ્હીનાં પોલીસ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ સાથે થશે. આ પછી, ભારતીય વાયુ સેનાનાં 9 લડાકુ વિમાનો આકાશમાં ફ્લાય પોસ્ટ કરશે. પ્રથમ ફ્લાય પોસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ હશે. જ્યારે બીજી ફ્લાય પોસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવશે. આ ફ્લાઇટ પોસ્ટમાં પરિવહન વિમાન અને એરપોર્ટનાં ફાઇટર જેટ ભાગ લેશે. વળી નેવીનાં હેલિકોપ્ટરો કોરોના હોસ્પિટલો પર ફૂલોનો વરસાદ કરશે.
જ્યારે ભારતીય સૈન્ય દેશભરની કોવિડ હોસ્પિટલોમાં માઉન્ટેન બૈંડ રજૂ કરશે. વળી, નૌકાદળનાં લડાઇ વહાણો બપોરે 3 વાગ્યા પછી પ્રક્શિત જોવા મળશે. લડાકુ વિમાનો દિલ્હી, મુંબઇ, જયપુર, અમદાવાદ, ગુવાહાટી, પટના અને લખનઉથી પસાર થશે. વાયુસેનાનું પરિવહન વિમાન શ્રીનગર, ચંદીગઢ, દિલ્હી, જયપુર, ભોપાલ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોર, કોઈમ્બતુર અને તિરુવનંતપુરમથી પસાર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
