Not Set/ ભારત સરકારે ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી; CM રુપાણીની રજૂઆત રંગ લાવી…

વિશ્વમાં મોતનું તાંડવ ખેલનાર અનેમહાસત્તાઓ સહિત વિશ્વભરનાં દેશોને બાનમાં લેનાર કોરોના વાયરસ એટલે કે, કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100 થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ આવી સોલીડારિટી ટ્રાયલ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ WHO ની સહભાગીતાથી હાથ ધરવાનું છે. ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના […]

Uncategorized

વિશ્વમાં મોતનું તાંડવ ખેલનાર અનેમહાસત્તાઓ સહિત વિશ્વભરનાં દેશોને બાનમાં લેનાર કોરોના વાયરસ એટલે કે, કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100 થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ આવી સોલીડારિટી ટ્રાયલ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ WHO ની સહભાગીતાથી હાથ ધરવાનું છે. ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને રજુઆત-વિનંતી કરી હતી.

મુખ્યમંત્રીની આ વિનંતી-રજુઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ભારત સરકારે ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે. આ હેતુસર, રાજ્યની બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપી દીધી છે અને ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે. રાજ્યની વધુ ૪ હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ માટે પણ આવી અનુમતિ મેળવવાની કાર્યવાહી રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે . આ સપ્તાહમાં જ આવી અનુમતિ ભારત સરકાર તરફથી મળતાં  જ આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને ૪ જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે 

આપને જણાવી દઇએ કે, જે 4 દવાઓના આવા પરિક્ષણો-ટ્રાયલ થવાના છે તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquine નો સમાવેશ થાય છે. આ પ્રયોગો-ટ્રાયલને પરિણામે કોરોના કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા દવા મળી રહેશે. એટલું જ નહિ, સંક્રમિતોના ત્વરિત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન