કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે ભારતમાં 17 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. લગભગ દોઢ મહિનાનાં લોકડાઉન પછી સરકારે ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ લોકોએ અહીં સરકાર દ્વારા જણાવેલા અંતરનાં નિયમોની જાણે હસી ઉડાવી દીધી છે. લોકો ધક્કા-મુક્કી કરતી વખતે લાંબી કતારોમાં ઉભા રહ્યા છે. પરંતુ આ ઢીલથી પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુંનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યારે દારૂની દુકાન ખુલી ત્યારે વ્યક્તિએ દુકાનની બહાર આરતી કરી હતી અને નાળિયેર પણ ફોડ્યું હતુ.
વીડિયોમાં જોઇ શકાય છે કે દારૂની દુકાન ખુલી ત્યારે એક વ્યક્તિ દુકાનની સીડી પાસે આવી, આરતી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેણે સીડી પર નાળિયેર પણ ફોડ્યુ હતુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાલાજી નામનાં ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં એમ પણ લખ્યું છે કે, ‘દારૂનાં નશામાં દારૂની દુકાનની પૂજા કરતો માણસ. બેંગલુરુમાં દુકાન ખોલતી વખતે આ જોવા મળ્યું હતુ. વીડિયો જોયા પછી શું બોલવું તે સમજી શકાતુ નથી… ‘ વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે, સાથે જ 200 થી વધુ લાઈક્સ અને 70 થી વધુ રિ-ટ્વીટ્સ થયા છે.
With all necessary pooja by drunken citizen people #LiquorShops are opened in #Bangalore #Bengaluru , just took this video and pics , don’t know what to say 🤦😭 pic.twitter.com/nPKbXsdFIG
— balaji pa (@balajitech1) May 4, 2020
