કોરોનાએ જૂનાગઢ જીલ્લામાં એન્ટ્રી મારી દીધી છે. અને કોરોનાની એન્ટ્રી સાથે જ તંત્ર દોડતુ થઇ ગયુ છે. આપને જણાવી દઇએ કે, કોરોનાની એન્ટ્રી જૂનાગઢ જીલ્લામાં વાયા ભેંસાણ થઇ છે. અને ભેસાણનાં ડોક્ટર અને તેમના પટાવાળાનો કોરોના પોઝિટીવ ડિટેક્ટ થયો છે.જૂનાગઢના ભેંસાણના કોરોના પોઝિટિવ કેસ બેક હિસ્ટ્રી જોવામાં આવે તો, બને પોઝિટિવ દર્દીના ૩ મે નાં રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગઇ કાલે એટલે કે, 5 મે નાં રોજ બનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
સી એચ સી ના ડોક્ટરના કોન્ટેક્ટમાં અંદાજિત 379 લોકો આવ્યા હોવાનું સામે આવે છે. સાથે સાથે સી એચ સી ના પટાવાળાના કોન્ટેક્ટમાં અંદાજિત 62 લોકો આવ્યાની આરોગ્ય વિભાગની માહિતી છે. તંત્ર દ્વારા અત્યાર સુધી માં 18 લોકોના સેમ્પલ લેવાના આવ્યા છે. નિયમ મુજબ બધા લોકોના સેમ્પલ લેવાની કામગીરી હાલ ચાલી રહી હોવાનુ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે. આરોગ્યની ટીમ દ્વારા ભેંસાણના સી એચ સી નાં 46 વ્યક્તિ તેમજ પ્રેમપરા ગામના 6 તેમજ અન્ય 72 લોકો સહિત 134 લોકોને કોરોંટાઈન કરવામાં આવેલ છે
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
