Not Set/ #કોરોનાવાઈરસ/ અમદાવાદ્દ મનપા કમિશનરના આદેશને HC માં પડકાર કહ્યું,…

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન(AMC) કમિશનર દ્વારા કોરોના વાઈરસ સામે લડવા માટે વત હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા શહેરભરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.કમિશનરના આ આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે હાઈ કોર્ટમાં અરજી કરી કહ્યું કે કારીયાના શાકભાજી ના વેચાણ પ્રતિબંધ સંબંધિત જાહેરનામાંથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બહાર […]

Ahmedabad Gujarat

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન(AMC) કમિશનર દ્વારા કોરોના વાઈરસ સામે લડવા માટે વત હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા શહેરભરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.કમિશનરના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અરજદારે હાઈ કોર્ટમાં અરજી કરી કહ્યું કે કારીયાના શાકભાજી ના વેચાણ પ્રતિબંધ સંબંધિત જાહેરનામાંથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બહાર પાડવામાં આવતા જાહેરનામાથી લોકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાઈકોર્ટમાં મનપા કમિશ્નરના આદેશને પડકારવામાં આવ્યો છે. અરજદારે અરજીમાં કહ્યું કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બહાર પાડવામાં આવતા જાહેરનામાથી લોકો વચ્ચે અફરાતફરી મચતી હોવાનો ઉલ્લેખ અરજદારે પોતાની અરજીમાં કર્યો છે. બેદરકારીના કારણે શહેરમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધવાનો ભય ઉભો થયો છે. તેથી કોરોનાના સંક્રમણના કેસ વધ્યા તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી ગણવાની અરજદારે માંગ કરી છે. ત્યારે હવે અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.