ડાયમંડ સીટી તરીખે ઓળખાતુ સુરત ફરી આજે ચર્ચામાં છે અને તેની પાછળ પણ હીરા ઉદ્યોગ અને કોરોનાનો કહેર જવાબદાર છે જ છે. કોરોના કાળમાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર વિનાનાં થયેલા રત્નકલાકારો પોતાનાં વતન જવા માટે લાંબા સમયથી વલખા મારી રહ્યા હતા,ત્યારે લાંબા સમય પછી સરકારને રુદીયે રામ વસ્યો અને રત્નકલાકારો માટે બસોની ફાળવણી કરવામાં આવી. પરંતુ બસોની ફાળવણીમાં પણ દાળમાં કાળું દેખાતા સુરત રત્નકલાકાર વિકાર સંધનાં પ્રમુખ સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો કરી ઉપવાસ પર ઉતરી ગયા હોવાનું જાહેર થઇ રહ્યું છે. તો શું રત્નકલાકારોને વતન મોકલવામાં પણ રાજકારણ રમાય રહ્યું છે?
જી હા, સુરત ગ્રાઉન્ડ ઝીરોથી જોવ કહેવામાં આવે તો વતનની વાટ પકડવા અસંખ્ય રત્નકલાકારો બસોની લાઇનોમાં બુકીંગ કે રજીસ્ટ્રેશન કરાવવા ઉભા છે….પરંતુ જો બસોની વાત કરવામાં આવે તો બસો તો આંગળીનાં વેઢે ગણાય એટલી જ ફાળવવામાં આવી હોવાની હકીકતો સામે આવે છે. જી હા, સૌરાષ્ટ્રમાં જવા માટે લાંબી લાઇનોમાં ઉભેલા રત્નકલાકારોને બસની હોડમાં ધક્કે ચડાવવામાં આવતા, આ મામલે વ્યતિત થયાલે સુરત રત્નકલાકાર વિકાસ સંધનાં પ્રમુખ જયસુખ ગેજેરા સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલ સરદારની પ્રતિમા પાસે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરી ગયા છે.
ગજેરા દ્વારા તંત્ર અને સરકાર સામે રત્નકલાકારોને વતન મોકલવા મામલે પણ રાજકારણ કરવામાં આવી રહ્યું હોવાની અને આ મામલે સરકાર રત્નકલાકારો અને કારીગરોની મજાક ઉડાવતી હોવાનાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
