Not Set/ PM મોદી પર તંજ કસતા આ શું બોલી ગયા ઝારખંડ CM હેમંત સોરેન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે આઠ વાગ્યે દેશનાં નામે સંબોધન કરશે. આ સમાચાર બહાર આવ્યા બાદ, દરેકને લોકડાઉન વિશે વિવિધ પ્રશ્નો થવા લાગ્યા છે. દરમિયાન એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઝારખંડનાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન પણ તેમને મુશ્કેલીમાં મૂકે છે, માફી […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે આઠ વાગ્યે દેશનાં નામે સંબોધન કરશે. આ સમાચાર બહાર આવ્યા બાદ, દરેકને લોકડાઉન વિશે વિવિધ પ્રશ્નો થવા લાગ્યા છે. દરમિયાન એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઝારખંડનાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન પણ તેમને મુશ્કેલીમાં મૂકે છે, માફી પણ માંગે છે એટલે કે ચિત ભી મેરી પટ ભી મેરી. આ વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે. મજૂરો કેટલા ભયાવહ છે, મારા રાજ્યનાં લોકો જે વેદનામાંથી પસાર થઈ રહ્યા છે, તે અહીંનાં પરપ્રાંતિયો જ જણાવી શકે છે.

આપને જણાવી દઇએ કે, પીએમ મોદીએ કામદારોનાં પલાયન માટે દેશવાસીઓની માફી માંગી હતી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આવા કેટલાક નિર્ણયો લેવા પડ્યા છે, જેના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમારી સમસ્યાને સમજી શકું છું. પરંતુ તમારે તમારા જીવનને બચાવવા માટે સખત પગલા લેવા પડશે. હેમંત સોરેને કહ્યું કે, આ રાજ્ય ખનિજ સંસાધનોથી ભરેલું છે. અમે રેલ્વેને સૌથી વધુ આવક આપીએ છીએ. આ રાજ્યનાં કામદારોને ઘરે પાછા આવવા માટે રેલ ભાડું ચૂકવવું પડ્યું. આનાથી વધુ ખરાબ કશું હોઈ શકે નહીં. અમારી પાસે પૂરતા સંસાધનો નથી.

સીએમ હેમંત સોરેને વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે હજુ સુધી ઝારખંડમાં કોઈ પણ પ્રકારની ઢીલ નથી આપી. હજી સુધી રાજ્ય સંપૂર્ણ લોકડાઉનમાં છે. રમઝાનનાં સમય દરમિયાન લોકડાઉન ખુલવાથી અચાનક લોકો બહાર નીકળવાનું શરૂ કરશે. સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અમે હજી લોકડાઉન ખોલ્યું નથી. પીએમ મોદી 17 મે નાં રોજ નિર્ણય લેશે. તે અમારા કેપ્ટન છે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.