Not Set/ નજીકની સહકારી બેન્કમાંથી મળશે લોન – 6 મહિના સુધી EMI નહિ : આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી દ્વારા ગુજરાત માટે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લોન માત્ર 2% વાર્ષિક દરે મળશે. ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે. સાથે જ કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે. તો નજીકની સહકારી બેન્કમાંથી મળશે લોન અને 6 મહિના સુધી EMI […]

Gujarat

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી દ્વારા ગુજરાત માટે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લોન માત્ર 2% વાર્ષિક દરે મળશે. ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે. સાથે જ કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે. તો નજીકની સહકારી બેન્કમાંથી મળશે લોન અને 6 મહિના સુધી EMI પણ ભરવાનો રહેશે નહિ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.