અમદાવાદમાં કોરોના વાયસર કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે આ વચ્ચે લોકોની વચ્ચે રહી કામ કરનારા કોરોના વોરિયર્સ પણ કોરોના વાયર્સની ચપેટમાં આવી રહ્યા છે. આ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દક્ષિણ ઝોનના ડે. સિટી એન્જીનીયર ટી એ વસાવા પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.ત્યારબાદ ડે.સિટી ઈજનેરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,54,674 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.જો કે,કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં અત્યારે કુલ 4,58,872 લોકો સરકારી-હોમ કવોરન્ટાઇનમાં છે.રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 239 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.કેન્દ્રની નવી ગાઇડલાઇન બાદ ગુજરાતમાં દર્દીઓની રિકવરી રેટ વધ્યો છે.આજે અમદાવાદમાં સૌથી વધુ 182 લોકોને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત અરવલ્લી, બાનસકાંઠા, બોટાદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, મોરબી, સુરત, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરામાંથી દર્દીઓને રજા અપાઇ હતી.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5043 લોકો કોરોના સામેનો જંગ જિત્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
