Not Set/ જાણો ક્યારે ગુજરાત આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ?

જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 કે 22 ફેબ્રુઆરીએ ભારતના પ્રવશે આવનાર છે ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે તેઓ અમદાવાદ ખાતે પણ  શકે છે. ત્યારબાદ તેઓ કેવડીયાની પણ મુલાકાત લઇ શકે છે.જણાવી દઈએ કે ટ્રમ્પની ભારત મુલાકાતને ખુબ જ મહત્વની માનવામાં અવી રહી છે. સાથે સાથે એવી પણ ચર્ચા થઇ રહી છે […]

Ahmedabad Gujarat

જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 કે 22 ફેબ્રુઆરીએ ભારતના પ્રવશે આવનાર છે ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે તેઓ અમદાવાદ ખાતે પણ  શકે છે. ત્યારબાદ તેઓ કેવડીયાની પણ મુલાકાત લઇ શકે છે.જણાવી દઈએ કે ટ્રમ્પની ભારત મુલાકાતને ખુબ જ મહત્વની માનવામાં અવી રહી છે. સાથે સાથે એવી પણ ચર્ચા થઇ રહી છે કે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પની મુલાકતના સદર્ભે જ જયશંકર કેવડીયા આવ્યા છે.

 

આ મુદ્દે મુખ્ય સચિવ અનિલ મુકીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ શુક્રવારે મોટેરા સ્ટેડિયમની મુલાકાત પણ લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકસાથે 50 થી 60 હજાર જેટલા લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમના આયોજન પાછળ 20 કરોડથી વધુના ખર્ચનો અંદાજ છે. મોટેરા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમની ચાલી રહેલી તૈયારીઓની શુક્રવારે અધિકારીઓએ સમીક્ષા કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ 150 પોલીસમેનના કાફલા સાથે સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

આ કાર્યક્રમમાં અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા અને સફળ બનેલા ઉદ્યોગપતિઓ ઉપરાંત ભારતમાં રોકાણ કરનારી અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ, ભારતીય કોર્પોરેટ જગતના માંધાતાઓ તેમજ સામાજિક અને શૈક્ષણીક ક્ષેત્રના અગ્રણીઓને આમંત્રણ અપાશે. મોદી અને ટ્રમ્પ આ કાર્યક્રમ પતાવીને સીધા જ દિલ્હી જવા રવાના થઈ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાવાનો હતો પરંતુ દિલ્હીમાં સીએએના વિરોધમાં દેખાવો થઈ રહ્યા હોવાથી દિલ્હીમાં કાર્યક્રમ યોજવાનું માંડી વાળીને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ત્યારે ટ્ર્મ્પના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમ પર તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.