કોરોના સંકટ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે આજે બેંક દરમાં ફેરફાર કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર શકિતિકાંત દાસે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં રેપો રેટમાં 0.4% ઘટાડો કરવાની ઘોષણા કરી છે. આ સાથે રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. વળી રિવર્સ રેપો રેટનાં દર પણ ઘટાડવામાં આવ્યા છે. રિવર્સ રેપો રેટ ઘટાડીને 3.35 ટકા કરાયો છે.
જણાવી દઇએ કે, રેપો રેટ તે દર છે જે દર પર અન્ય બેંક ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. બેંકો રિઝર્વ બેંકમાંથી જે પૈસા લે છે તેમાંથી લોકોને લોન આપે છે. નીચા રેપો રેટનો અર્થ એ છે કે તમને બેંકમાંથી જે લોન મળે છે તે સસ્તી થઈ શકે છે. આવી સ્થિતિમાં આરબીઆઈની આ જાહેરાતથી હોમ લોન, વાહન લોન વગેરે સસ્તી થઈ શકે છે.
The repo rate cut by 40 basis points from 4.4 % to 4%. Reverse repo rate stands reduced to 3.35%: Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das pic.twitter.com/z9N8fr7vRT
— ANI (@ANI) May 22, 2020
રિવર્સ રેપો રેટ વિશે વાત કરીએ તો આ રેપો રેટથી વિપરીત છે. રિઝર્વ બેંક તમામ બેંકો પાસેથી જે દર પર લોન લે છે તે દરને રિવર્સ રેપો રેટ કહે છે. તેનાથી બેંક રિઝર્વ બેંકથી વ્યાજ મેળવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ ઘટાડવામાં આવે છે, ત્યારે બજારમાં નાણાં વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે તે વધારવા પાછળનું કારણ એ છે કે રિઝર્વ બેંક માર્કેટમાં રોકડ ઘટાડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
