Not Set/ જો સંભોગ માત્ર મજા માણવા કરો છો, તો આજે જાણી લો તેના ફાયદા વિશે

મોટી સંખ્યામાં લોકો સેક્સને માત્ર મજા માટે જ માણતા હોય છે પરંતુ એ તમારી ભૂલ છે, કારણકે દરરોજ સેક્સ કરવાથી માત્ર મજા જ નહી પણ મળે છે ઘણા બધા ફાયદા. તો આજે અમે તમને આ લેખમાં એવા જ કેટલાક ફાયદા વિશે જણાવીશું. આ ફાયદા વિષે માહિતી મેળવીને તમે પણ તમારી સેક્સલાઈફ સ્ટાઈલમાં જરૂર પ્રમાણે ફેરફાર […]

Relationships

મોટી સંખ્યામાં લોકો સેક્સને માત્ર મજા માટે જ માણતા હોય છે પરંતુ એ તમારી ભૂલ છે, કારણકે દરરોજ સેક્સ કરવાથી માત્ર મજા જ નહી પણ મળે છે ઘણા બધા ફાયદા. તો આજે અમે તમને આ લેખમાં એવા જ કેટલાક ફાયદા વિશે જણાવીશું. આ ફાયદા વિષે માહિતી મેળવીને તમે પણ તમારી સેક્સલાઈફ સ્ટાઈલમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકો છો.

ફિટનેસમાં જોવા મળશે સુધારો

જો તમારી ઈચ્છા ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધારે મહેનત કરવાની છે તો તમારી માટે સેક્સ પણ એક ઓપ્શન છે કારણકે સેક્સ કરવાથી તમારા બોડીને શેપમાં રાખવામાં પણ તમને મદદ મળે છે. નિયમિતરીતે સેક્સ કરવાથી તમારા કમરનો ઘેરાવો ઓછો થવા લાગે છે. જો અડધો કલાક સેક્સ કરવામાં આવે તો 80 કરતા વધારે કેલરી બર્ન થાય છે.

માથાના દુખાવામાં આપે છે રાહત

જો તમે પણ તમારા માથાના દુઃખાવાને લીધે લવમેકિંગથી દૂર ભાગતા હોવ છો તો હવે એવું નહિ કરવું પડે. એવું એટલે કારણકે જ્યારે કોઈ વ્યક્તિ ઓર્ગેઝમ પર પહોંચી જાય એટલે એના શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધે છે અને એ આપણા શરીરના ઘણા દુઃખાવાને દૂર કરે છે.

તણાવમાં આપે છે રાહત

શું તમે પણ તમારા કામ અને પારિવારિક સમસ્યાઓને લઈને વધુ તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે તમને સેક્સથી મદદ મળી શકે છે. સ્ટડી પ્રમાણે જે લોકો બેડરૂમમાં એક્ટિવ રહેતા હોય એ કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા માટે વધારે સક્ષમ હોય છે.

હાર્ટ અટેકના જોખમમાં કરશે ઘટાડો

એક સ્ટડી પ્રમાણે સેકસને લીધે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઘટે છે. જે લોકો સપ્તાહમાં બેથી વધારે સેકસ કરતા હોય એવા લોકોમાં મહીને એક વાર સેક્સ કરતા લોકોની સરખામણીએ હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું હતું.

ઊંઘ પણ સારી આવી જાય છે

સેક્સ કર્યા બાદ સારી ઊંઘ આવી જાય છે. એટલે તમે બીજા દિવસે સવારે એકદમ રિલેક્સ થઈને ઊઠશો અને તમારા કામ પણ સારી રીતે કરી શકશો. એ સિવાય પણ તમે પોઝિટવ ફીલ કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.