Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો…

કોરોનાવાયરસનો વિશ્વનાં દેશો સહિત ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં, સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 52 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી […]

India

કોરોનાવાયરસનો વિશ્વનાં દેશો સહિત ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં, સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 52 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 6,654 નવા કેસ નોંધાયા છે અને 137 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં પ્રથમ વખત, 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 3,720 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 51,784 દર્દીઓ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી દર સતત સુધરી રહ્યો છે. તે 41.39 ટકા પર પહોંચી ગયો છે. જો કે, તેના દર્દીઓ દેશનાં તમામ રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે, જો કે ઘણા એવા રાજ્યો છે જે આ રોગચાળાથી મુક્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.