Delhi Liquor Policy Case/ સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, ‘કેજરીવાલ સહિત AAP નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ’

ગૃહમંત્રીને લખવામાં આવેલા પત્રમાં સુકેશે વોટ્સએપ પર થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ…………..

Top Stories India

New Delhi: કરોડોની છેતરપિંડીના આરોપમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હી એક્સાઈઝ કૌભાંડની તપાસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુકેશ ચંદ્રશેખરે આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

ગૃહમંત્રીને લખવામાં આવેલા પત્રમાં સુકેશે વોટ્સએપ પર થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ પણ સામેલ કર્યો છે. સુકેશ ચંદ્રશેખરે જેમની સાથે વાતચીત કરી તેમાં ભારત રાષ્ટ્ર સમિતિની એમએલસીના કે કવિતા, દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે, વોટ્સએપ ચેટમાં કથિત રોકડ વ્યવહારો હતા. આમાં પૈસા માટે કોડ શબ્દ “ઘી ટીન” નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ 1 કરોડ રૂપિયા માટે થયો હતો.

સુકેશે દાવો કર્યો છે કે, હૈદરાબાદમાં તેના કર્મચારીઓએ કવિતાની સૂચના બાદ રોકડ ભેગી કરી હતી. આ રકમ બાદમાં દિલ્હી અને ગોવા મોકલવામાં આવી હતી. તેમની વચ્ચેની વાતચીત કે કવિતા, સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલની લેવડદેવડમાં સામેલ હોવાના પૂરતા પુરાવા આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત

આ પણ વાંચો:‘પ્રસાર’ ભારતી નહીં, ‘પ્રચાર’ ભારતી થઈ ગયું છે, વિપક્ષ ભડક્યું DDના નવા ફેરફારથી

આ પણ વાંચો:મતદાનના દિવસે તમારો જન્મદિવસ આવ્યો તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે!