કોરોના વાયરસથી થતાં રોગચાળાને દૂર કરવા માટે, વિશ્વવ્યાપી વેક્સીનની શોધખોળ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દરમિયાન, ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં સંશોધનકારોએ શુક્રવારે કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે વેક્સીન પર પ્રારંભિક સફળતાની પુષ્ટિ કરતા કહ્યું કે, તેઓ માનવ ધોરણે પરીક્ષણનાં બીજા સ્તરે આગળ વધી રહ્યા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં સંશોધનકારો બીજા તબક્કાનાં પરીક્ષણ માટે 10,000 થી વધુ લોકોને ભરતી કરવાનું શરૂ કરીને, આગલા સ્તર પર જઈ રહ્યા છે. વેક્સીન પર પરીક્ષણનો પ્રથમ તબક્કો ગયા મહિને શરૂ થયો હતો, જેમાં 1000 તંદુરસ્ત પુખ્ત વયનાં લોકો અને 55 વર્ષથી ઓછી વયનાં સ્વયંસેવકો પર ટ્રાયલ કરવામાં આવ્યો હતો. હવે, તેમની રોગપ્રતિકારક શક્તિ પરની અસર જોવા માટે, 70 વર્ષથી વધુ અને 5 થી 12 વર્ષનાં બાળકો સહિત 10,200 થી વધુ લોકોનો અભ્યાસ માટે નોંધણી કરાશે.
તાજેતરનાં એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ChAdOx1 nCoV-19 નામની વેક્સીનને વાંદરાઓ સાથેનાં નાના અભ્યાસમાં કેટલાક આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
