દેશમાં કોરોનાનો આંક 1.25 લાખને પાર કરી ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો આંકડો 13000ને પાર પહોંચી ગયો છે. તો એકલા અમદાવાદની વાત કરીએ તો અહીં પણ કોરોનાના કેસની સંખ્યા 10 હજારને પાર પહોંચવા આવી છે. ત્યારે એક sara સમાચાર મળી રહ્યા છે. સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને દાવો કર્યો છે કે, છેલ્લા 15 દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસએ કાળો કહેર મચાવ્યો છે. દેશના કોરોના ગ્રસ્ત ટોપ-5 શહેરોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો હવે અમદાવાદના લોકો માટે સારા સમાચાર પણ આવ્યા છે. શુક્રવારે 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે.
આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે, અમદાવાદ નો 5 મેએ રિકવરી રેટ 15.85 ટકા હતો. તો વધુમાં તેમને જણાવ્યુંહતું કે, ગુજરાતના 92 ટકા અને ભારતના 43 ટકાના મુકાબલે અમદાવાદમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો જોવા મળ્યો છે.
21 મેએ શહેરમાં રિકવર થવાનો દર 38.1 ટકા નોંધાયો હતો. તો આ દિવસે ગુજરાતમાં રિકવરી રેટ 42.51 ટકા હતો અને ભારતનો રિકવરી રેટ 41.06 ટકા હતો. પરંતુ શહેરમાં વધતા રિકવરી રેટની પાછળ કારણને લઈને ગુપ્તાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
ICMR ના નવા દિશાનિર્દેશોથી વધ્યો રિકવરી રેટ
આ અંગે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની વધતી સંખ્યાની પાછળ મુખ્ય કારણ આઈસીએમઆરના નવા દિશાનિર્દેશો પણ હોઈ શકે છે. તે મુજબ હવે ડિસ્ચાર્જ કરતા પહેલા દર્દીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત નથી. સાથે સારવારના 14 દિવસની અંદર દર્દીમાં કોવિડ-19 સંબંધિત કોઈ પણ લક્ષણ જોવા ન મળી તો તેને ડિસ્ચાર્જ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
