નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 25 મે થી સ્થાનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઉડાન શરૂ કરવાની ના પાડી દીધી છે. લાગુ લોકડાઉનને કારણે મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી ફ્લાઇટ ઓપરેશન માટેની મંજૂરી આપી નથી. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે કહ્યું છે કે કેન્દ્ર દ્વારા સ્થાનિક વિમાન કામગીરી ચલાવવાનો મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સાથે કોઈ સલાહ-સૂચન કર્યું ન હતું.
રાજ્ય સરકારે કહ્યું કે, રાજ્યને હવાઈ મુસાફરી માટે એસઓપી નક્કી કરવા માટે સમયની જરૂર છે. ઉદ્ધવ સરકારેએ કહ્યું કે, એરપોર્ટની બહારની દરેક વસ્તુની જવાબદારી રાજ્ય સરકારની છે. તેથી મહારાષ્ટ્ર સરકારે ફ્લાઇટ કામગીરી માટે લોકડાઉન પ્રોટોકોલ બદલતા પહેલા કેન્દ્ર સાથે ચર્ચાની રાહ જોવાનું નક્કી કર્યું છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સુત્રોએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, અન્ય તમામ રાજ્યોની જેમ રાજ્યમાં પણ સ્થાનિક નાગરિક ઉડ્ડયન કામગીરીને મંજૂરી આપવા સંમત થયા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, નિર્ણયને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજ્યોની સલાહ લેવામાં આવી હતી. બુકિંગ શરૂ થયું હોવાથી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. મુસાફરોને સોમવારથી ઉડાન ભરવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે 25 મે થી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થશે. જેના માટે ઉડ્ડયન મંત્રાલયે પણ એસઓપી જારી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
