Not Set/ અમેરિકન રાષ્ટ્રપતિનાં એક ટ્વીટ પર ટ્વિટરે આપી ચેતાવણી, જાણો શું છે મામલો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેઓ બેબાક થઇને લોકોની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, જેના કારણે તે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પરંતુ સંભવત: આ પહેલીવાર છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિની ટ્વીટને ટ્વિટરે ભ્રામક ગણાવી હોય. મંગળવારે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટને ભ્રામક ગણાવી હતી. ટ્વિટરે […]

World

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેઓ બેબાક થઇને લોકોની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, જેના કારણે તે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પરંતુ સંભવત: આ પહેલીવાર છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિની ટ્વીટને ટ્વિટરે ભ્રામક ગણાવી હોય. મંગળવારે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટને ભ્રામક ગણાવી હતી. ટ્વિટરે ટ્રમ્પનાં બે ટ્વીટને હાઇલાઇટ કરતા ફેક્ટ ચેકની ચેતાવણી આપી છે.

ટ્વિટરની આ કાર્યવાહી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેને વાણીની સ્વતંત્રતાની વિરુદ્ધ જણાવતા કહ્યુ કે તે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરે છે. ટ્વિટરે મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતાવણી આપી છે. જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે મેલ-ઇન બેલેટ નકલી છે અને તેને લૂંટી લેવામાં આવશે. ટ્રમ્પનાં આ ટ્વીટમાં ફેક્ટ ચેકની ચેતાવણી આપવામાં આવી છે. ટ્રમ્પની આ ટ્વીટ પર એક લિંક દેખાય છે, જ્યા ક્લિક કરવામાં આવે ત્યારે તે મોમેન્ટ્સ પેજ પર આવે છે, જે ફેક્ટ ચેક લિંક છે. જ્યાં ટ્રમ્પનાં અઘટિત દાવાની તપાસ કરવામાં આવી છે.

ટ્વિટરની આ ચેતાવણીનાં જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે બે ટ્વીટ્ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ટ્વિટર હવે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 માં દખલ કરી રહ્યું છે. તે કહે છે કે મારા મેલ-ઇન બેલેટનું નિવેદન જેમાં જણાવાયું છે કે તે મોટા ભ્રષ્ટાચાર અને છેતરપિંડી તરફ દોરી જશે જે ખોટુ છે અને તેનુ ફેક્ટ ચેક કરવુ જોઇએ તે પણ ફેક ન્યૂઝ ફેલાવતા સીએનએન અને એમેઝોન વોશિંગ્ટન પોસ્ટથી. ટ્વિટર વાણીની સ્વતંત્રતા છીનવી રહ્યું છે, પરંતુ હું રાષ્ટ્રપતિ તરીકે, આ થવા દઇશ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.