દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા દિવસોથી દરરોજ છ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા દોઢ લાખને વટાવી ગઇ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 1,51,767 કોરોનાનાં દર્દીઓ છે અને 4,337 લોકો મૃત્યુ પામ્યા છે.
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં સક્રિય કેસ 83,004 છે. જ્યારે કોરોનાથી 64,425 દર્દીઓ ઠીક થયા છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 14,845 પર પહોંચી ગઈ છે. વૈશ્વિક આંકડાઓની વાત કરીએ તો, વિશ્વમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં લગભગ 56 લાખ લોકોને ચેપ લાગ્યો છે. વળી 3,49,301 લોકો મૃત્યુ પામ્યા છે.
Spike of 6387 new COVID19 cases & 170 deaths in the last 24 hours. Total number of cases in the country now at 1,51,767 including 83004 active cases, 64425 cured/discharged and 4337 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/wWyo78g4pC
— ANI (@ANI) May 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
