એક સમય એવો પણ હતો કે ભાજપ વિશે કોઇ પણ ચર્ચા કરવામાં આવે તો અમુક રાષ્ટ્રીય નેતાનાં નામ લીધી વગર ચર્ચા થઇ શકે જ નહીં. આમાનાં કેટલાક નેતા સક્રિય રાજકારણને ચૂંટણીનાં ઘણા વષ પહેલા જ ટાટા બાય બાય કરી ચૂંક્યા છે. તો અમુક નેતાઓ દ્રારા હાલની ચૂંટણી પૂર્વે જ પોતે મેદાનમાં નથી ઉતરવાનાં તેવી સ્પષ્ટા કરી દીધી હતી. ઘણા નેતાઓને પક્ષે જ ટીકીટ ન આપી સન્યાસનો સમય આવી ગયો હોવાનો અણસાર આપી દીધો હતો. તમામ બાબતો વચ્ચે એક વાત પાકી છે કે જે કારણ જે કઇ હોય તે પણ કદાચ ભારતીય સંસદમાં હવે પછી આ તમામ દિગ્ગજો કદી નહી દેખાય. જો આવુ થાય તો ભાજપમાં જેટલા નેતાનું નામ આજે મંત્રીપદનાં શપથનાં લીસ્ટ માં છે, તેટલા જ નેતાઓ કદાચ સન્યાસની લીસ્ટમાં પણ છે.

ભાજપનાં સંસ્થાપક કહી શકાય તેવા બે વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ચૂંટણી નથી લડ્યા, તો સુષ્મા સ્વરાજ અને સુમિત્રાતાઇ અને ઉમા ભારતી જે ભાજપની શાન માનવામાં આવે છે તેમણે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. PM મોદીનાં ખાસ નજીક માનવામાં આવતા અને નાણામંત્રી હતા તે અરૂણ જેટલી પોતાનાં નદુરસ્ત સ્વાસ્થયનાં કારણે મંત્રી મંડળમાં નહીં જોડાય તો કદાચ રાજ્યસભાનાં સાંસદ તરીકે પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરતા રાજીનામું આપી દે તેવી શક્યતા જોવાઇ રહી છે. આમ ભાજપમાં સન્યાસ તરફ સરકી રહેલા નેતાની યાદી ડઝન ઉપરની છે.
શાંતાકુમાર, હુકમદેવ, નારાયણ યાદવ, કરિયા મુંડા, કલરાજ મિશ્રા, બી.સી. ખંડુરી, ભગતસિંહ કોશ્યારી જેવા લગભગ ડઝનેક નેતા છે કે જેમણે ભાજપાને બેઠું કરવામાં પોતાનું ર્સ્વસ્વન્યોચ્છાવર કરી દીધુ છે, તે હાલ તો સ્વેચ્છાએ કે પછી પરાણે પણ રાજકીય સન્યાસ તરફ સરકી રહ્યા છે તે વાત બિલકુલ સ્પ।ષ્ટ છે. આ તમામ નેતા હવે કદાચ કદી પણ સંસદમાં નહી દેખાય તેવું બની શકે છે.
