Not Set/ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર પાડવા જેવા મુંગેરીલાલનાં સપના જોવાનું કરે બંધ : ઉર્જા મંત્રી નિતિન રાઉત

મહારાષ્ટ્રનાં ઉર્જા પ્રધાન નિતિન રાઉતે કહ્યું છે કે, ભાજપે કોરોના સામેની લડતમાં ઉદ્ધવ સરકારની સાથે ઉભા રહેવું જોઈએ અને સરકારને પાડવાનો પ્રયાસ ન કરવો જોઇએ. રાઉતે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર લાવવા માંગે છે પરંતુ આ મુંગેરીલાલનાં સપના સિવાય બીજું કશું નથી. તેઓએ સ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસ નેતાએ […]

India

મહારાષ્ટ્રનાં ઉર્જા પ્રધાન નિતિન રાઉતે કહ્યું છે કે, ભાજપે કોરોના સામેની લડતમાં ઉદ્ધવ સરકારની સાથે ઉભા રહેવું જોઈએ અને સરકારને પાડવાનો પ્રયાસ ન કરવો જોઇએ. રાઉતે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર લાવવા માંગે છે પરંતુ આ મુંગેરીલાલનાં સપના સિવાય બીજું કશું નથી. તેઓએ સ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપ નેતા સરકારને પાડવા માટે રાજ્યપાલને મળી રહ્યા છે. તેમને સમજવું જોઈએ કે આ મુશ્કેલ સમયમાં દરેકનો સાથ હોવો જોઈએ. દરેકે કોરોના સામેનાં યુદ્ધમાં જોડાવું જોઈએ પરંતુ ભાજપને શરમ નથી. તેમણે કહ્યું કે જ્યારે સોલાપુરમાં પૂર આવ્યું હતું ત્યારે ભારે વિનાશ થયો હતો. ત્યારે અમે વિપક્ષમાં હતા તો પણ અમે જઇને કામ કર્યુ હતુ. રાઉતે કહ્યું કે, આજે દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર મોદીની ચમચાગીરી છોડી રાજ્ય માટે કામ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ દ્વારા કોરોના લાવ્યા છે.

નીતિન રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની ઠાકરે સરકાર આ મુશ્કેલ સમયમાંથી વિજયી બનીને બહાર આવશે. હું દરેકને ખાતરી આપું છું કે સરકારને કોઈ ખતરો નથી. સરકાર સંપૂર્ણ સલામત છે. મોદી સરકાર પર નિશાન સાધતા રાઉતે કહ્યું કે, વિદેશથી લોકો વિમાન દ્વારા કોરોના લાવ્યા હતા અને તેને મુંબઇમાં ફેલાવ્યો. ત્યારે કેન્દ્રને સમજણ ન રહી કે હવાઇ યાત્રાઓને બંધ કરે. મોદી સરકારે સંસદનું સત્ર પણ ચાલુ રાખ્યું. પ્રથમ દર્દી 31 જાન્યુઆરીએ જાહેર થયો હતો. ભારત સરકારે શરૂઆતમાં કોરોનાની અવગણના કરી હતી. ત્યારે હવે આ સ્થિતિ બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.