નવી દિલ્હી,
બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતીએ પીએમ મોદીનાં આરક્ષણને ખતમ ન કરવાનાં નિવેદનને જુમલેબાજી બતાવ્યો છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી આરક્ષણનાં નામે દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, માયાવતી દેશમાં દલિતોનાં પ્રશ્નોને લઇને અવાર-નવાર સવાલો ઉઠાવતા રહ્યા છે.
માયાવતી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે. ત્યારે તેમણે ટ્વિટર મારફતે પીએમ મોદી પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યુ, ‘પીએમ મોદી દ્વારા આરક્ષણ પર પણ દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન ચાલુ છે. તે કહે છે કે આને ખતમ કરવામાં નહી આવે જે ખરેખરમાં તેમની એક નવી જુમલેબાજી છે, કારણ કે, કોંગ્રેસની જેમ તેમના શાસનકાળમાં પણ એસસી/એસટી/ઓબીસી આરક્ષણની વ્યવસ્થાને પૂરી રીતે નિષ્ક્રિય અને નિષ્પ્રભાવી બનાવી દેવામાં આવ્યુ છે, કેમ?’
पीएम श्री मोदी द्वारा आरक्षण पर भी देश को गुमराह करने का प्रयास जारी है कि इसे खत्म नहीं किया जाएगा जो वास्तव में इनकी एक और जुमलेबाजी है क्योंकि कांग्रेस की तरह इनके शासनकाल में भी एससी/ एसटी /ओबीसी आरक्षण की व्यवस्था को पूरी तरह से निष्क्रिय व निष्प्रभावी बना दिया गया है,क्यों?
— Mayawati (@Mayawati) April 24, 2019
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી એક જનસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે, આરક્ષણ પર કોઇ આંચ નહી આવવા દઉ. મારા દલિતભાઇઓ પર અન્યાય હુ ક્યારે સહન નહી કરુ.
