છોટા ઉદેપુર લોકસભા બેઠક
છોટા ઉદેપુર લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત
આ બેઠક પર એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું
આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી
1977થી 1998 સુધીની સળંગ 7 લોકસભા ચૂંટણીમાં છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસે જ જીતી
અમરસિંહ રાઠવા અને નારણભાઈ રાઠવાએ વર્ષો સુધી કર્યું પ્રતિનિધિત્વ
આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ રાઠવા ઉમેદવાર ને જ આપે છે ટીકીટ
2009માં નવું સીમાંકન આવ્યું પછી મતવિસ્તારો બદલાયા
આ બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર
હાલોલ
છોટાઉદેપુર
પાવીજેતપુર
ડભોઈ
સંખેડા
પાદરા
નાંદોદ
કુલ વિધાનસભા મતવિસ્તારો – ૭
જ્ઞાતિ સમીકરણ
ક્ષત્રિય 15 ટકા
પાટીદારો 10 ટકા
બ્રાહ્મણો 7 ટકા
દલિત 10 ટકા
મુસ્લિમ 5 ટકા
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 40 ટકા મતદારો
આદિવાસી મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક
આદિવાસીમાં ભીલ અને પછી બીજા ક્રમે રાઠવા મતદારો આવે છે
અહી રાઠવા આદિવાસીઓની વસતી 8 ટકાની આસપાસ
ક્ષત્રિય મતદારો અને પાટીદારો અને સવર્ણો ભાજપ સાથે
આદિવાસી, મુસ્લિમ અને દલિત મત કોંગ્રેસને મળે છે
જાતિ સમીકરણ
રાઠવા 3,72,999
બારિયા 1,49,338
ભીલ 1,01,628
વસાવા 95,459
તડવી 1,58,566
નાયકા 88,595
વાણીયા 43,807
બ્રાહ્મણ 24,985
પટેલ 1,59,331
ક્ષત્રિય 1,90,622
મુસ્લિમ 1,12,437
દલિત 35,685
કુલ મતદારો
2019 માં કુલ મતદારો 16,65,353
છોટા ઉદેપુર લોકસભાનાં વિજેતા સાંસદ
કોંગ્રેસનાં અમરસિંહ રાઠવા 3 વાર જીત્યા હતા
કોંગ્રેસનાં નારણભાઈ રાઠવા 4 વાર વિજયી થયા
1999માં પહેલી વાર ભાજપે આ બેઠક જીતી
1999માં ભાજપના રામસિંહ રાઠવાએ નારણભાઈ રાઠવાને હરાવ્યા હતા
2004માં નારણ રાઠવા જીત્યા
2009માં રામસિંહ રાઠવાએ જોર લગાવ્યું ને એ જીતી ગયા
2014માં મોદી લહેરના કારણે રામસિંહ રાઠવાને 1.79 લાખની જંગી સરસાઈ મળી
રામસિંહ રાઠવાની રાજકીય કારકિર્દી (ભાજપ ઉમેદવાર)
જન્મતારીખ : 1 જુન 1951
જન્મસ્થળ : છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાનું પીપલદી ગામ
એસ.એસ.સી. પછી ડિપ્લોમા ઈન પેઈન્ટિગ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કર્યો
ચિત્રકાર હોવા છતાં રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવી
યુવાવયથી જ સમાજનાં પ્રશ્નોને વાચા આપતા
કોંગ્રેસ તરફથી 1982માં રાજ્યસભામાં ગયા
ત્રણ-ત્રણ વાર લોકસભામાં ચૂંટાયા
રામસિંહ સરળ અને નિર્વિવાદ વ્યક્તિત્વનાં માણસ
ટ્રેક રેકોર્ડ
હાજરીઃ 89 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 499
ચર્ચામાં ભાગ લીધોઃ 30
ખાનગી બિલઃ 0
MPLAD ભંડોળ
કુલ ભંડોળઃ 25 કરોડ રૂપિયા
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 15 કરોડ રૂપિયા
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 15.22 કરોડ રૂપિયા
સાંસદ દ્વારા ભલામણઃ 25.67 કરોડ રૂપિયા
મંજૂર થયેલી રકમઃ 21.57 કરોડ રૂપિયા
ખર્ચાયેલી રકમઃ 13.84 કરોડ રૂપિયા
કેટલા ટકા ઉપયોગઃ 90.25 ટકા
વપરાયા વિનાની રકમઃ 1.38 કરોડ રૂપિયા
રણજીત રાઠવાની રાજકીય કારકિર્દી (કોંગ્રેસ ઉમેદવાર)
કોંગ્રેસનાં છોટાઉદેપુર સીટના ઉમેદવાર
રણજીત રાઠવા છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનાં પુત્ર
મોહનસિંહ રાઠવા છેલ્લી ૧૦ ટર્મથી છોટાઉદેપુરનાં ધારાસભ્ય
અગાઉ વડોદરા જીલ્લા પંચાયતનાં પ્રમુખ
હાલમાં વડોદરા ડેરીનાં ડીરેક્ટર
