Not Set/ #CoronaUpdateIndia/ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારત હવે 9 માં સ્થાને પહોંચ્યું

દેશમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ છ હજારથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપનાં કેસો વધીને 1,73,763 થયા છે. વળી કોરોનાથી મૃત્યુઆંક વધીને 4,971 થયો છે. હાલમાં દેશમાં 86,422 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 82,370 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે. અત્યાર […]

India

દેશમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ છ હજારથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપનાં કેસો વધીને 1,73,763 થયા છે.

વળી કોરોનાથી મૃત્યુઆંક વધીને 4,971 થયો છે. હાલમાં દેશમાં 86,422 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 82,370 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, લગભગ 42.89 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં ડેટા અનુસાર, રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત નવમાં સ્થાને પહોંચી ગયું છે. મહત્તમ ચેપનાં મામલે તુર્કી હવે દસમાં ક્રમે છે. તુર્કીમાં ચેપગ્રસ્તોની સંખ્યા લગભગ 1.61 લાખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.