દેશમાં વરસાદી સીઝનની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય પ્રદેશમાં ઘણા સ્થળોએ વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતનાં સૌરાષ્ટ્ર, કચ્છ અને કોંકણ અને ગોવામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે મધ્યપ્રદેશને અડીને આવેલા મહારાષ્ટ્રનાં મરાઠાવાડા, વિદર્ભ અને છત્તીસગઢમાં આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. બિહારમાં પણ વરસાદની શરૂઆત થઇ ગઇ છે, સોમવારે અને મંગળવારે પણ વાવાઝોડાની શક્યતા છે. અરબી સમુદ્રમાં દબાણ વિસ્તાર હોવાને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં પણ વરસાદ ચાલુ છે. અહીં પણ વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં અવિરત વરસાદની ઝાપટા વરસી રહ્યા છે, અહીં વરસાદનાં કારણે પાણી ભરાવાના કારણે રોજગાર કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક જગ્યાએ પાણી એકઠા થવાને કારણે BMC નાં કર્મચારીઓ પાણી કાઠવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
Mumbai: High tide of 4.67 meters expected at 1:03 pm today as per Brihanmumbai Municipal Corporation. Visuals from Bandra Bandstand. pic.twitter.com/mXDvgrlKkE
— ANI (@ANI) July 6, 2020
Loading tweet…
