Not Set/ પાકિસ્તાની હાઈ કમિશનનાં બે અધિકારી જાસૂસી કરતા પકડાયા, 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ

પાકિસ્તાન હાઈકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસીના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. આબિદ હુસેન અને તાહિર હુસૈન નામના આ બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે. તેઓ દિલ્હીના માર્ગો ફરી રહ્યાં હતા અને જાસૂસી કરતા હતા પરંતુ પોતાને ભારતીય ઓળખાવતા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનના બે અધિકારીઓ ભારતીય કાયદા […]

India

પાકિસ્તાન હાઈકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસીના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. આબિદ હુસેન અને તાહિર હુસૈન નામના આ બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે. તેઓ દિલ્હીના માર્ગો ફરી રહ્યાં હતા અને જાસૂસી કરતા હતા પરંતુ પોતાને ભારતીય ઓળખાવતા હતા.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનના બે અધિકારીઓ ભારતીય કાયદા અમલીકરણ ઓથોરિટીના અધિકારીઓની જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બન્ને અધિકારીઓ ત્યારે પકડાયા જ્યારે તેઓ એક ભારતીય નાગરિક પાસેથી ભારતીય સુરક્ષા સ્થાપનાથી દસ્તાવેજ લઇ રહ્યા હતા. આબિદ અને તાહિરે દસ્તાવેજના બદલે પૈસા અને આઈફોન આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બંન્નેએ પર્સન નોન-ગ્રોટા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે બંન્નેને 24 કલાકની અંદર ભારત છોડી દેવું પડશે. વિદેશ મંત્રાલય મુજબ બંન્ને પાકિસ્તાની અધિકારીઓની ભારત વિરોધી ગતિવિધિઓ પર પાકિસ્તાની હાઈકમિશનમાં સખ્ત વાંધો ઉઠાવ્યો છે. ભારતમાં રહીને ભારતની સુરક્ષા વિરુદ્ધ આ પ્રકારની હરકતો સાંખવામાં નહી આવે.

પાકિસ્તાની હાઈકમિશનના પ્રભારીને સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું કે, તેમના ડિપ્લોમેટિક મિશનના કોઈ સભ્યો ભારત વિરોધી ગતિવિધિઓમાં સંકળાય નહી કે એવું કોઈ કામ કરે નહી જે કોઈ રાજનાયિક શાખની વિરુદ્ધમાં હોય. જણાવી દઈએ આવું પહેલીવાર નથી કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આ પ્રકારની હરકત કરી હોય આ પહેલાં પણ 2016માં આ પ્રકારની ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.