Not Set/ સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીની માર, હવે CNG નાં ભાવમાં વધારાની જાહેરાત

  કોરોના સંકટ વચ્ચે લોકડાઉનમાં છૂટછાટ બાદ મોંઘવારીથી જનતાને ફટકો પડવાની શરૂઆત હવે થઇ ગઇ છે. ગઈ કાલે અટલે કે સોમવારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ હવે આજે સીએનજીનાં ભાવમાં વધારો થયો છે. વધેલા ભાવો આજે સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. દિલ્હી અને આજુબાજુનાં શહેરોમાં સીએનજી છૂટક વેચાણ કરતી કંપનીએ મંગળવારે સવારથી પ્રતિ […]

India
 

કોરોના સંકટ વચ્ચે લોકડાઉનમાં છૂટછાટ બાદ મોંઘવારીથી જનતાને ફટકો પડવાની શરૂઆત હવે થઇ ગઇ છે. ગઈ કાલે અટલે કે સોમવારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ હવે આજે સીએનજીનાં ભાવમાં વધારો થયો છે. વધેલા ભાવો આજે સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. દિલ્હી અને આજુબાજુનાં શહેરોમાં સીએનજી છૂટક વેચાણ કરતી કંપનીએ મંગળવારે સવારથી પ્રતિ કિલો રૂ.1 નો વધારો જાહેર કર્યો છે. આ વધારો કોરોના વાયરસ રોગચાળાને પગલે ગેસ સ્ટેશનોને વધુ સુરક્ષિત બનાવવાનાં વધારાનાં ખર્ચને લઇને છે.

સોમવાર 1 જૂનનાં રોજ ગેસનાં સિલિન્ડર મોંઘા થયા બાદ, આજે 2 જૂને, સરકારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. હવે દિલ્હી એનસીઆરમાં તેના ભાવમાં પ્રતિ કિલો રૂ.1 નો વધારો કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 42 રૂપિયાથી વધારીને 43 રૂપિયા કરવામાં આવ્યો છે. વધેલા દરો 2 જૂનનાં રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. આ ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીનાં ભાવ 47.75 રૂપિયાથી વધીને 48.75 રૂપિયા કરવામાં આવ્યા છે.

વાહનો માટે સીએનજી અને રસોઈ ઘરોમાં પાઇપથી નેચરલ ગેસનો સપ્લાય કરતી કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ) એ સોમવારે કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જો કે પીએનજીનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીનું કહેવું છે કે કોરોના વાયરસ રોગચાળાને પગલે ગેસ સ્ટેશનોને સુરક્ષિત બનાવવા માટે વધારાના ખર્ચનાં કારણે ભાવમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.