દૈનિક રાશિભવિષ્ય (તા. 4 જૂન 2020, ગુરૂવાર)
- અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)
(મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
મેષ (અ,લ,ઈ) – ધન સંબંધી અથવા જમીન સંબંધી લાભ જણાય છે. આપને ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા કોઈ સમાચાર પણ મળી શકે છે. બપોર પછીનો સમય થોડો વધુ આનંદમય દેખાય છે. યુવામિત્રો પ્રેમ સંબંધમાં વધુ ઓતપ્રોત થઈ શકે છે. પરણિત વ્યક્તિઓ માટે પણ બપોર પછીનો સમય વધુ પ્રેમમય બને. પણ હા, ગળાની તકલીફથી સાચવવાનું રહેશે.

વૃષભ (બ,વ,ઉ) – નોકરી અર્થે વિશેષ પ્રયત્નો થશે. દલાલી અને કમિશનની આવકમાં વધારો થઈ શકે છે. સવારના સમયમાં જુદી જુદી ચિંતા થાય પણ બપોર પછીનો સમય તમારા માટે વધારે યોગ્ય છે. મનમાં સુખ વધારે વ્યાપી જશે. આરોગ્ય જાળવવાનું રહેશે અને કોઈપણ સ્ત્રી પાત્રો સાથે આજે વિવાદમાં ન પડતા.

મિથુન (ક,છ,ઘ) – આજે શોધ-સંશોધન તરફ વૃત્તિ જતી. કંઈક નવું શીખવાની અને કંઈક નવું કાર્ય કરવાની તમારી વૃત્તિ રહેશે. જીવનમાં કોઈ નવો મુદ્દો ઉપસ્થિત થઈ શકે છે અને એ મુદ્દા આધારીત તમારો આખો દિવસ ચર્ચા-વિચારણામાં વિતી જાય તેવું પણ બને.

કર્ક (ડ,હ) – સ્ત્રી પાત્રો તરફથી તમને ધનલાભ મળી શકે છે. બપોર પછી તમને પરદેશથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. કુવારા જાતકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે પણ, ચર્ચા વિચારણામાં વાત થોડી લંબાઈ શકે છે. સામું પાત્ર સારું હોવા છતાં મન બેસે નહીં તેવું બને.

સિંહ (મ,ટ) – નોકરીમાં તમને કોઈ નવા સમાચાર સાંભળવા મળે. તમારી જો કોઈ ખાતાકીય તપાસ ચાલતી હશે તો તેમાં આજે તમને રાહતના સમાચાર મળી શકે છે. તમારી સાથે ન્યાય થશે તેવું દર્શાવે છે. બપોર પછી મિત્રો સાથે થોડી રકઝક થઈ શકે છે માટે સાવધાન રહેવું.

કન્યા (પ,ઠ,ણ) – વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મન થોડું વધારે લાગે. વેપારમાં કાર્યને સફળ બનાવવા આજે થોડી વધારે મહેનત કરવી પડે. આરે આવેલી વાત અટકી પડે તેવું તમને જણાય. હમણાં થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી પડશે. તમારે ખૂબ શાંતિથી ગૂંચ ઉકેલી આગળ વધવાનો અભિગમ રાખવો.

તુલા (ર,ત) – ઘર સંબંધી કાર્યોની જવાબદારીમાં ઉમેરો થાય. કાર્યનો બોજો આજે વધે. બપોર પછી વેપાર અર્થે સ્થાનાંતર થાય. ભાગ્યનું બળ પણ મળતું જણાય. તમારે તમારા ઈષ્ટેદેવને સંભારીને કાર્ય કરવું જેથી ગૂંચવાડા ઓછા ઊભા થાય.

વૃશ્ચિક (ન,ય) – પ્રવાસની શક્યતા છે. જો તમારે કોઈ બિમારીથી પીડાતા હોવ તો આજે સ્હેજ વિશેષ સાવધાની રાખવાની રહેશે. કોઈપણ પ્રકારની કફજન્ય બિમારીથી તમારે સાચવવાનું રહેશે. માતાની બિમારીથી પણ આજે સાવધાની રાખજો. નાણાંકીય દૃષ્ટિએ આજે ખર્ચ થયો હશે તો મન વધુ ચંચળ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ) – વડીલો તરફથી આજે તમને આશીર્વાદ મળે અને ધનપ્રાપ્તિના અવસરો પણ મળે. ઘરમાં નવું ધન આવવાથી ખુશીનો માહોલ સર્જાય પણ આરોગ્ય તેમજ મિત્રો સાથેના સંબંધોમાં થોડી ઓટ આવતી જણાય છે માટે સાવધાન રહેવું.

મકર (ખ,જ) – જીવનસાથી તરફથી આજે લાભના સમાચાર મળી શકે છે. નવા કાર્યોનો આરંભ થઈ શકે છે. ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા કોઈ શુભપ્રસંગમાં તમારે ભાગ લેવા જવાનું થાય. જો તમારા જીવનસાથી ધર્મપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તો આજે લાભપૂર્ણ દિવસ રહે.

કુંભ (ગ,શ,સ,ષ) – આરોગ્યના અનુસંધાનમાં સાવધાની રાખજો. આજે કાર્ય કરવાની ઇચ્છા ન થાય અને શરીરમાં આળસ વર્તાય. બપોર પછી નોકરીમાંથી ઘરે જતા રહેવાની ઇચ્છા થાય પણ આજે મનમાં ઉત્સાહનો સંચાર થાય તેવું તમે કાર્ય કરજો.

મિન (દ,ચ,ઝ,થ) – આજે તમારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની રહેશે. સવારના સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી શક્ય હોય તો તમારા ઈષ્ટદેવની પાંચ માળા કરી ઘરની બહાર પગ મૂકજો. આજે થોડો તપનો દિવસ છે માટે કાર્યમાં તપ કરવું પડે તેના કરતા ભગવાન આગળ તપ કરશો તો વધારે ફાયદો જણાશે.

આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શ્રીગણેશજીની ઉપાસના કરજો. જો વધુ સમય ન હોય તો ગણેશજીનું સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ અવશ્ય કરજો.
નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
