Not Set/ UP/ ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 9 લોકોના ઘટના સ્થળે મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લાના વાજીદપુરમાં સવારે 5 વાગ્યે ટ્રક અને સ્કોર્પિયો કારમાં જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ત્રણ મહિલાઓ, એક બાળક પણ સામેલ છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને […]

India

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લાના વાજીદપુરમાં સવારે 5 વાગ્યે ટ્રક અને સ્કોર્પિયો કારમાં જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ત્રણ મહિલાઓ, એક બાળક પણ સામેલ છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા લોકો હરિયાણાથી બિહાર જઇ રહ્યા હતા.

સ્થાનિક પોલીસ અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ગ્રામજનોની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢી રહી છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત એટલો ભયંકર છે કે કારમાંથી મૃત લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે. અત્યાર સુધીમાં, કારને કાપીને ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, બાકીના મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ભયાનક અકસ્માત બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.