Not Set/ #CoronaUpdateIndia/ ભારતમાં કુલ 2.28 લાખ કોરોનાના કેસ સાથે  કુલ 6,557 દર્દીના મોત

વશ્વિક મહામારી કોરોનાએ ભારતમાં સપાટો બોલાવ્યો છે. ભારતમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વૈશ્વિક કોરોના રેન્કિંગ માં પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. જે ભારત માટે ખરેખર ચિંતા જનક સમાચાર છે. ગઈ કઈ ભારત પહેલીવાર એકસાથે 10 હજારથી વધારે પોઝિટીવ દર્દીઓ મળ્યા હતા.જે સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,35 000 જે વટાવી ગઈ […]

India

વશ્વિક મહામારી કોરોનાએ ભારતમાં સપાટો બોલાવ્યો છે. ભારતમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વૈશ્વિક કોરોના રેન્કિંગ માં પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. જે ભારત માટે ખરેખર ચિંતા જનક સમાચાર છે. ગઈ કઈ ભારત પહેલીવાર એકસાથે 10 હજારથી વધારે પોઝિટીવ દર્દીઓ મળ્યા હતા.જે સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,35 000 જે વટાવી ગઈ છે. અને ભારત કોરોના વર્લ્ડ રેન્કિંગ ઇટલી ને પાછળ મૂકી ને આગળ નીકળી ગયું છે.

શુક્રવારે ભારતમાં 334 વધુ લોકોના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કુલ મોતનો આંક 6,557 થઈ ગયો છે. પણ રાહતની વાત એ છે કે હજુ દેશમાં મરણાંક 2.9 ટકા જ છે. જ્યારે વિશ્વમાં આ દર 5.8 ટકા છે. શુક્રવારે 4,833 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં કુલ 1.12 લાખ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યાં છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 139 મોત

દેશમાં સૌથી વધુ સંક્રમિત એવા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી 139 લોકોના મોત નિપજ્યાં હતાં. રાજ્યમાં કુલ 2,849 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે. 2,536 દર્દીઓ સાથે રાજ્યમાં કુલ 80,229 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ તરફ તામિલનાડુમાં 1,438 વધુ દર્દીઓ મળ્યા છે. વધુ 12 લોકોના મોત સાથે કુલ મરણાંક 232 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.