જૂનાગઢ જીલ્લાનાં વંથલી ગામ પાસે જૂનાગઢ વંથલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો વિદિત થઇ રહી છે. વંથલી પંથક ઓઝત નદીના રેતાળ તટમાંથી રેલી કાઢવા માટે પણ જાણીતો છે. આવા જ એક કાળમુખા રેતી ભરેલા ડમ્પર સાથે બાઇક અથડાતાં બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આરેરાટી જોવામાં આવી રહી છે. વંથલી – કોયલી ફાટક પાસેનાં રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ડમ્પર ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. મરણજનર બાઈક ચાલક કયાંનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
