Not Set/ પાયલ રોહતગી એકવાર ફરી વિવાદોમાં, ટ્વીટર એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ, જાણો શું છે કારણ

અભિનેત્રી પાયલ રોહતગી હંમેશાં પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનાં કારણે ચર્ચમાં રહે છે. પોતાનો દેશપ્રેમી ગણાવતી પાયલ રોહતગી આજે તેના એક નિવેદનનાં કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઇ રહી છે. તેની એક ટ્વિટને લઈને વિવાદ ઉભો થયો છે. જણાવી દઇએ કે, પાયલે દિલ્હી એન્ટી સીએએ હિંસા કેસમાં ધરપકડ કરાયેલી જામિયા મીલીયા ઇસ્લામીયાની એમફિલ […]

Uncategorized

અભિનેત્રી પાયલ રોહતગી હંમેશાં પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનાં કારણે ચર્ચમાં રહે છે. પોતાનો દેશપ્રેમી ગણાવતી પાયલ રોહતગી આજે તેના એક નિવેદનનાં કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઇ રહી છે. તેની એક ટ્વિટને લઈને વિવાદ ઉભો થયો છે. જણાવી દઇએ કે, પાયલે દિલ્હી એન્ટી સીએએ હિંસા કેસમાં ધરપકડ કરાયેલી જામિયા મીલીયા ઇસ્લામીયાની એમફિલ વિદ્યાર્થી સફુરા જરગર પર ટિપ્પણી કરી હતી. જે બાદ લોકોએ અભિનેત્રીને માસ રિપોર્ટ કરી અને ટ્વિટરે તેનું એકાઉન્ટ 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું.

બિગ બોસ 12 ની સ્પર્ધક પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ખાસ વાત એ છે કે ઘણી વખત તે પોતાના નિવેદનો અને પોસ્ટને લઈને વિવાદોમાં ફસાઈ જાય છે. થોડા સમય પહેલા તેને એક પોસ્ટ માટે જેલમાં જવું પડ્યું હતું. હવે ફરી એકવાર તે વિવાદમાં છે. તેના એક પોસ્ટને લઇને તેનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે. ત્યારબાદ તેના ચાહકોએ #SupportPayalRohatgi દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો. જો કે, પાયલનું એકાઉન્ટ હવે પાછુ ચાલુ કરી દેવામા આવ્યુ છે.

આપને જણાવી દઇએ કે, પાયલ આ મુદ્દે ટ્વિટર પર ગુસ્સે થઇ. તેના ચાહકો એક વિડીયો શેર કરી રહ્યા છે. જેમાં તે કહી રહી છે કે સ્વરા ભાસ્કર યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમનું એકાઉન્ટ માન્ય છે, એક્ટિવ અને કાર્યરત છે. બીજી તરફ પાયલનું એકાઉન્ટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. કારણ કે પાયલ તે લોકોને *** બોલાવે છે, જેઓ દેશની વિરુદ્ધ કાવતરું કરે છે… આ આપણા દેશની અંદર વિદેશી પ્લેટફોર્મનું કાવતરું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.