દૈનિક રાશિભવિષ્ય (તા. 15 જૂન 2020, સોમવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – આવકમાં વૃદ્ધિ થઈ શકે છે પણ આરોગ્ય જાળવવું પડશે. ગળાની નાની મોટી તકલીફથી સાચવવું. આજે તમે ડિપ્લોમેટિક ભાષા બોલવાની ઇચ્છા થશે. સ્પષ્ટતા કરવાની ઇચ્છા ઓછી થશે. મેનેજમેન્ટ અને વહીવટી કુશળતા આજે તમને હસ્તગત રહે.

* વૃષભ (બ,વ,ઉ) – સંતાન સંબંધી શુભકાર્યો થઈ શકે છે. જો તમે કુંવારા હશો તો આજે પ્રેમના તાંતણે બંધાવાની ઇચ્છા પ્રબળ બનશે. નવા નવા કપડા પહેરી ક્યાંક ફરવા જવાની ઇચ્છા થાય અથવા નવા કપડાની ખરીદી પણ થઈ શકે છે.

* મિથુન (ક,છ,ઘ) – ધન સંબંધી કાર્યો થઈ શકે છે. આજે લાભપ્રદ દિવસ રહી શકે છે માટે પ્રમાણિક રહેશો તો લાભ મેળવી શકશો. આજે થોડી ચિંતા સતાવશે કંઈક છોડવાની કે ત્યાગ કરવાની ઇચ્છા થશે. બપોર પછી મનમાં ભક્તિભાવ જાગશે અને ધર્મભાવના વિશેષ જાગૃત થશે.

* કર્ક (ડ,હ) – પ્રવાસની શક્યતા નકારી નથી શકાતી. પરદેશ જવાના યોગો પ્રબળ થયા છે પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેવી પડે. શક્ય છે પરદેશ જવાની વાતો પૂરજોશમાં શરૂ થઈ જાય. જાહેર વહીવટમાં આજે આપનો હાથ બરાબર બેસી જાય.

* સિંહ (મ,ટ) – આજે તમારા માટે મિશ્ર દિવસ વીતે. તમને લાભ મળી શકે છે પણ આરોગ્યની સાવધાની રાખવી પડશે. શરદી-ખાંસીથી તમારે દૂર રહેવું. પરિવારમાં વડીલો સાથે થોડો વિવાદ થાય પણ સાવધાન રહેશો તો ગંભીર પરિણામથી બચી જવાશે.

* કન્યા (પ,ઠ,ણ) – જીવનસાથી સાથે નિકટતા વધી જાય. તમારા માટે નોકરીમાં પ્રગતિશીલ દિવસ વીતી શકે છે. તમારા ઉપરી અધિકારી તમારી પ્રસંશા કરે. વળી, જો આપને નોકરી માટેની તપાસ હોય તો તમને નોકરી મળવાના શુભ સમાચાર પણ મળી શકે છે.

* તુલા (ર,ત) – નોકરીમાં તમારું ઊંડું મનોમંથન રહેશે. તારા દિલમાં કાર્યને લઈને ખૂબ ઉમદા ભાવના જળવાયેલી રહે. હવાઈ મુસાફરીના યોગ પણ બની રહ્યા છે પણ હાલની પરિસ્થિતિને તમારે ધ્યાનમાં લેવી પડશે. કાર્ય પરિવર્તનની શક્યતા છે. તમારા પિતાની તબિયત જો નાજુક હોય તો આજે સ્હેજ વિશેષ સાવધાની રાખજો.

* વૃશ્ચિક (ન,ય) – વિદ્યાર્થીમિત્રો માટે આજે શુભ દિવસ વીતી શકે છે. અભ્યાસમાં આજે તમારી પકડ વધુ જણાય. મેનેજમેન્ટ અને દાક્તરી વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ વિશેષ સરળ દેખાઈ રહ્યો છે. સવારમાં પૈસા સંબંધી કે કૌટુંબિક પ્રશ્નો સંબંધી ચિંતા થાય પણ બપોર પછી થોડી વધુ સરળતા રહી શકે છે.

* ધન (ભ,ધ,ફ,ઢ) – માતાના અનુસંધાનમાં આપે સાવધાની રાખવી જરૂરી છે. જીવનસાથી સાથે આર્થિક બાબતોનું આયોજન થઈ શકે છે. તમારી કાર્યકુશળતા આજે સ્હેજ વધુ ખીલી જાય. જો તમારા કોઈ લોન સંબંધી કાર્યો અટક્યા હશે તો આજે તેનું નિરાકરણ આવશે.

* મકર (ખ,જ) – લેખન સંબંધી આયોજન થાય. આજે ભાગ્યનું વિશેષ બળ મળતું જણાય છે. રોજિંદી આવકમાં આજે વૃદ્ધિ થતી જણાય છે. આજે લાભપૂર્ણ દિવસ વીતવાની આશા રાખી શકાય છે. બપોર પછીનો સમય તમારા માટે વિશેષ આનંદદાયક રહેશે.

* કુંભ (ગ,શ,સ,ષ) – મનમાં જાત જાતના તર્ક-કુતર્ક થશે પણ સંયમ રાખજો. આજે શુભ દિવસ વીતી શકે છે. જો, તમારું કોઈ સરકારી કાર્ય અટક્યું હશે તો કાર્ય આગળ વધશે. બપોર પછી નોકરીના સંદર્ભમાં કોઈ સારા સમાચારની અપેક્ષા રાખી શકાય છે.

* મિન (દ,ચ,ઝ,થ) – કાર્યમાં વધુ સરળતા મળતી જણાય છે. તમારા દિલમાં જે કોઈ વહીવટી કાર્યો ચાલી રહ્યા છે તેનો ઉકેલ મળવાની સંભાવના નકારી નથી શકાતી. બપોર પછી વડીલ રાજનીતિજ્ઞ પાસેથી આપને સહકાર મળવાની અપેક્ષા છે માટે તે દિશામાં કાર્યરત થઈ શકો છો.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – તમારી કુળદેવીની પૂજા ઉપાસના કરી દિવસનો પ્રારંભ કરજો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
