Not Set/ UNHRC માં ભારતે પાકિસ્તાનને આપ્યો તગડો જવાબ, બીજાને સલાહ આપનાર પોતાના દેશની હાલત જુએ પહેલા

કાશ્મીર મુદ્દાને વધારવા માટે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી) માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. ભારતે કહ્યું કે, “પોતે નરસંહારને પ્રાયોજિત કરનાર દેશમાં એટલી હિમ્મત છે કે તે બીજાનાં પર આરોપ લગાવી રહ્યા છે અને સલાહ આપી રહ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. યુએનએચઆરસીનાં 43 માં સત્રમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો […]

World

કાશ્મીર મુદ્દાને વધારવા માટે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી) માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. ભારતે કહ્યું કે, “પોતે નરસંહારને પ્રાયોજિત કરનાર દેશમાં એટલી હિમ્મત છે કે તે બીજાનાં પર આરોપ લગાવી રહ્યા છે અને સલાહ આપી રહ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

યુએનએચઆરસીનાં 43 માં સત્રમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતનાં સ્થાઇ પ્રતિનિધિ સેન્થિલ કુમારે આનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન હ્યુમન રાઇટ્સ ફોરમ અને તેના પ્લેટફોર્મનો સતત દુરૂપયોગ કરી રહ્યું છે, પાકિસ્તાને કોઈને પણ ન જોઇતી સલાહ આપતા પહેલા પોતાના ત્યા માનવાધિકારની ગંભીર પરિસ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. પાકિસ્તાનમાં માનવતા વિરુદ્ધનાં ગુનાઓ પર કાઉન્સિલનું ધ્યાન દોરતા ભારતે કહ્યું કે ગુમ થવાની ઘટનાઓ, સરકાર દ્વારા પ્રાયોજિત હિંસા, સામૂહિક વિસ્થાપન, ખૂન, લશ્કરી કામગીરી, અટકાયત કેન્દ્રો અને લશ્કરી શિબિર બ્લુચિસ્તાનમાં રોજિંદા વાર્તા છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાનાં નિર્ણય પર કુમારે કહ્યું કે, તેનો કોઈ બાહ્ય પ્રભાવ રહ્યો નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં શાંતિ અને સમૃધ્ધિમાં અવરોધ ઉભો કરવાના ‘નકારાત્મક પ્રયાસો’ છતાં લોકો આગળ વધી રહ્યા છે. કુમારે કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને માનવ અધિકાર પરિષદ અને તેની સિસ્ટમનાં દુરૂપયોગનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. તે ગંભીર ચિંતાની વાત છે કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકાર હત્યાકાંડને પ્રાયોજિત કરે છે અને છતાં તેની પાસે એટલી હિંમત છે કે તે બીજા પર આરોપ લગાવી રહ્યા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.