Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાક કોરોનાથી મોતનો સૌથી મોટો આંક આવ્યો સામે

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. તમામ સાવચેતીનાં પગલા લેવા છતા સરકાર કોરોનાનાં કેસોને ઓછા કરવામાં નિષ્ફળ રહી છે. આજે વધુ એક ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસથી મોતનો સૌથી મોટો આંક સામે આવ્યો છે. જી હા, દેશમાં કોરોનાથી મોતનો આંક એક દિવસમાં વધારે નોંધાયો છે. છેલ્લા 24 […]

India

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. તમામ સાવચેતીનાં પગલા લેવા છતા સરકાર કોરોનાનાં કેસોને ઓછા કરવામાં નિષ્ફળ રહી છે. આજે વધુ એક ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસથી મોતનો સૌથી મોટો આંક સામે આવ્યો છે.

જી હા, દેશમાં કોરોનાથી મોતનો આંક એક દિવસમાં વધારે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, 2003 કોરોના દર્દીઓનાં મોત થયા છે, જ્યારે 10,974 કોવિડ-19 કેસ નોંધાયા છે. કોરોના વાયરસનાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,54,065 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવાર સુધી દેશમાં સંક્રમિતોની સંખ્યા સાડા ત્રણ લાખનો આંકડો વટાવી ગઈ છે. વળી, કોરોનાથી મૃત્યુઆંક પણ 10 હજારને વટાવી ગયો છે. દેશનાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુની સ્થિતિ એકદમ ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.