બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. અવારનવાર મીડિયામાં તેના અને તેના પરિવારના વિશે નવા-નવા સમાચાર સામે આવી રહ્યા છે. નવાઝુદ્દીનની ભત્રીજીએ તાજેતરમાં તેના ભાઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, તેના નાના ભાઇ શમાસ નવાબે તેની પત્ની આલિયા પર પૈસાને લઈને આરોપ લગાવ્યો છે અને તેની સામે કેસ પણ દાખલ કર્યો છે. શમાસે આલિયા સિદ્દીકી પર ખંડણી અને બ્લેક મેઇલિંગનો કેસ કર્યો છે.
આ કિસ્સો આલિયા સિદ્દીકીની નિર્માણિત ફિલ્મ ‘હોલી કાઉ’ નો છે. શમાસ નવાબ સિદ્દીકી કહે છે કે તેમાં તેના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે, જે આલિયા સિદ્દીકીએ હજી સુધી પરત આપ્યા નથી. આ બાબતે એક વેબસાઈટ સાથે બંને વિશેષ વાતચીત કરી હતી અને બંનેનો પક્ષ જાણ્યો હતો. શમાસે આલિયા સિદ્દીકી પર ઘણા આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું, ‘આલિયાને તેની પ્રોડક્શન ફિલ્મ’ હોલી કાઉ’ માટે મેં લેખિતમાં રૂ. 2.16 કરોડ આપ્યા હતા. આલિયા (04/04/2019) દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્ર મુજબ, પૈસા 90 દિવસમાં પરત આપવાના હતા. આલિયાની કંપનીમાં 25 ટકા હિસ્સો છે, પરંતુ ફિલ્મના પૈસા મારા અંગત ખાતામાંથી ગયા છે. હવે હું આલિયા પર ખંડણી અને બ્લેક મેઇલિંગનો કેસ દાખલ કરી રહ્યો છું.
અભિનેતાના ભાઈનો દાવો છે કે તેણે આલિયા સિદ્દીકીને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેને તેણે પાછા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ કિસ્સામાં, આલિયાએ કહ્યું, “મને આ વિશે કોઈ જાણકારી નથી, તે જે કેસની વાત કરે છે. મને તમારા લોકો પાસેથી ખબર પડી. તે છેતરપિંડી કરનાર વ્યક્તિ છે અને શું તમે ખરેખર એવું માનો છો કે તે કોઈને 2-3 કરોડ રૂપિયા આપવા લાયક છે તે ફક્ત મેનેજર છે અને હું તમને જણાવી દવ કે તે મારા કેસનો સામનો કરવા માટે આ બધું કરી રહ્યો છે.અને જો તે એમ કહેતો હોય કે 100 મેઇલ મળ્યા હતા. તો તેમને કહો પુરાવા બતાવવા માટે, તેઓએ નહીં પરંતુ મેં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
