Not Set/ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય આતિશી આવ્યા કોરોનાની ઝપટમાં, હોમ ક્વોરેન્ટાઇન થયા

  કાલ્કા જી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય આતિશી કોરોનાવાયરસની ઝપટમાં આવી ગયા છે. બુધવારે તેમની કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી છે. તેઓએ ઘરે પોતાને અલગ કરી દીધા છે. આતિશીએ કહ્યું છે કે, ‘16 જૂને શરદી ઉધરસનાં લક્ષણો બાદ તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ આજે 17 જૂને પોઝિટિવ આવ્યો છે.‘ હાલમાં, આતિશીને […]

India
 

કાલ્કા જી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય આતિશી કોરોનાવાયરસની ઝપટમાં આવી ગયા છે. બુધવારે તેમની કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી છે. તેઓએ ઘરે પોતાને અલગ કરી દીધા છે. આતિશીએ કહ્યું છે કે, ‘16 જૂને શરદી ઉધરસનાં લક્ષણો બાદ તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ આજે 17 જૂને પોઝિટિવ આવ્યો છે.‘ હાલમાં, આતિશીને કોરોનાનાં હળવા લક્ષણો છે અને તેમણે પોતાને પોતાના ઘરમાં અલગ કરી દીધા છે.

આપને જણાવી દઇએ કે, આતિશી આરોગ્ય વિભાગ સાથે કોરોના કેસો પર કામ કરી રહી હતી. 11 જૂને, આરોગ્ય વિભાગનાં અધિકારી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ આતિશીએ 11 જૂને પોતાને ઘરમાં અલગ કરી દીધા હતા. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આતિશીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, ‘આતિશી જીએ કોરોના સામેની લડતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હું આશા રાખું છું કે તે વહેલી તકે સ્વસ્થ થઈ જશે અને ફરી એકવાર લોકોની સેવા કરી શકશે.

આતિશી આમ આદમી પાર્ટીનાં ત્રીજા ધારાસભ્ય છે જે કોરોના પોઝિટિવ આવ્યા છે. અગાઉ, કરોલ બાગનાં ધારાસભ્ય વિશેષ રવિ અને પટેલ નગરનાં ધારાસભ્ય રાજકુમાર આનંદ કોરોના પોઝિટિવ થઇ ચુક્યા છે, ઉપરાંત દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને પણ કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. સોમવારે રાત્રે તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું. મંગળવારે સવારે તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. જોકે, મંગળવારે રાત્રે તેમની તબિયત થોડી બગડ્યા બાદ બુધવારે ફરીથી તેમનુ ટેસ્ટિંગ થવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.