Not Set/ ભારત 8 મી વખત બન્યું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય

ભારતને આઠમી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યો છે. 193–સદસ્યની મહાસભામાં 184 મતો મેળવ્યા પછી, ભારતને બે વર્ષની મુદ્દત માટે યુએન સુરક્ષા પરિષદનાં કામચલાઉ સભ્ય તરીકે ચૂંટવામાં આવેલ છે. બુધવારે યોજાયેલી સુરક્ષા પરિષદની ચૂંટણીમાં ભારતની સાથે આયર્લેન્ડ, મેક્સિકો અને નોર્વે પણ જીત્યા હતા. 2021-22 માટે ભારત એશિયા પેસિફિક કેટેગરીમાંથી અસ્થાયી બેઠક […]

India

ભારતને આઠમી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યો છે. 193સદસ્યની મહાસભામાં 184 મતો મેળવ્યા પછી, ભારતને બે વર્ષની મુદ્દત માટે યુએન સુરક્ષા પરિષદનાં કામચલાઉ સભ્ય તરીકે ચૂંટવામાં આવેલ છે. બુધવારે યોજાયેલી સુરક્ષા પરિષદની ચૂંટણીમાં ભારતની સાથે આયર્લેન્ડ, મેક્સિકો અને નોર્વે પણ જીત્યા હતા.

2021-22 માટે ભારત એશિયા પેસિફિક કેટેગરીમાંથી અસ્થાયી બેઠક માટે એક ઉમેદવાર હતું. ગયા વર્ષે જૂનમાં નવી દિલ્હીની ઉમેદવારીને સર્વાનુમતે સમર્થન આપવામાં આવ્યું હતું, જેમાં ચીન અને પાકિસ્તાન સહિત 55 સદસ્યોનાં એશિયા-પેસિફિક જૂથ દ્વારા સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, વર્ષોથી ભારત કાઉન્સિલનાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાતુ આવ્યું છે. જેમ કે 19501951, 19671968, 19721973, 19771978, 19841985, 19911992 અને વધુ તાજેતરમાં 20112012 માં.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ બુધવારે મહાસભાના 75 માં સત્રનાં પ્રમુખ, સુરક્ષા પરિષદનાં 5 બિન-કાયમી સભ્યો અને આર્થિક અને સામાજિક પરિષદનાં સભ્યો માટે કોવિડ-19 માટે વિશેષ વ્યવસ્થા હેઠળ ચૂંટણીઓ યોજવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.