Not Set/ સુમુલડેરીને 1 હજાર કરોડના દેવામાં ધકેલવાનાં આરોપ સાથે પૂર્વ ચેરમેને લખ્યો PM મોદીને પત્ર

સુમુલડેરીને 1 હજાર કરોડના દેવામાં ધકેલવાનાં આરોપ કરતો પત્ર સુમુલનાં પૂર્વ ચેરમેન દ્વારા PM મોદીને લખવામાં આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. પૂર્વ ચેરમેન દ્વારા આમ જોવામાં આવે તે 1000 કરોડનું કૌભાંડ થયા હોવાનો આક્ષેપ અડકતરી રીતે કરવામાં આવ્યો હોય તેવું કહી શકાય. આટલી મોટી ગેરરીતી આચરવામાં આવી હોવાનાં કારણે પૂર્વ ચેરમેન દ્વારા આ મામલો સીધો જ PM […]

Gujarat Surat

સુમુલડેરીને 1 હજાર કરોડના દેવામાં ધકેલવાનાં આરોપ કરતો પત્ર સુમુલનાં પૂર્વ ચેરમેન દ્વારા PM મોદીને લખવામાં આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. પૂર્વ ચેરમેન દ્વારા આમ જોવામાં આવે તે 1000 કરોડનું કૌભાંડ થયા હોવાનો આક્ષેપ અડકતરી રીતે કરવામાં આવ્યો હોય તેવું કહી શકાય. આટલી મોટી ગેરરીતી આચરવામાં આવી હોવાનાં કારણે પૂર્વ ચેરમેન દ્વારા આ મામલો સીધો જ PM મોદીને પહોંચાડવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

વિગત વાર સમગ્ર મામલો જોવામાં આવે તો, સુરતની પ્રસિદ્ધ સુમુલ ડેરીના ચેરમેન પર ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે.  ફક્ત આરોપ લગાવવામાં આવ્યો છે તેથી વાત પૂરી થઇ જતી નથી પરંતું ગેરરીતિના આરોપ સાથે PM મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે.

જી હા, સુરતની સુમુલ ડેરીના પૂર્વ ચેરમેનએ PM મોદીને સુમુલડેરીને 1 હજાર કરોડના દેવામાં ધકેલવાનો કારસો અને સુમુલ ડેરીના ચેરમેન પર ગેરરીતિનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. મોટા મોટા રોકાણોને કારણે પશુપાલકોને નુકસાન થઇ રહ્યાનું અને પશુપાલકોને લીટરે રૂ.2 નું નુકસાન થયાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે. નુકસાનીની વાતમાં વધુ ફોડ પાડતા ડેરી અને પશુપાલકોને વર્ષે 120 કરોડનું નુક્શાન થતુ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews