બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડની સચ્ચાઇ ધીરે ધીરે બહાર આવી રહી છે. ગ્લેમર અને ઝગમગાહટથી ભરેલી આ દુનિયાની પાછળ કેટલી ગંદી રાજનીતિ રમાતી હોય છે તે હવે દર્શકોની સામે આવી રહ્યુ છે. દરેક સેલેબ્સ બોલિવૂડમાં પોતાને થતા અન્યાયની વાર્તા પોસ્ટ કરી શેર કરી રહ્યાં છે.
ફિલ્મી ‘સ્ટાઇલ’ થી પ્રખ્યાત બનેલા અભિનેતા સાહિલ ખાને પણ એક પોસ્ટમાં તેને બોલિવૂડમાં થયેલા અનુભવોને શેર કર્યુ છે. અને પરોક્ષ રીતે સલમાન ખાન અને શાહરૂખ ખાનને નિશાન બનાવ્યો છે. સાહિલે સ્ટારડસ્ટ મેગેઝિનનું કવર પેજ શેર કર્યું છે જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે તેની તસવીર છપાઈ હતી. તેની તસવીરની નીચે લખ્યું હતું કે શહેરમાં નવો ખાન આવ્યો છે.
આ કવર પેજને શેર કરતાં સાહિલે લખ્યું છે કે, ‘જીવનમાં બહુ ઓછા લોકોની સાથે એવું બને છે કે તેની સ્ટાઇલ ની શરૂઆત પછી ભારતની ટોચની ફિલ્મ મેગેઝિનનાં કવર પર, ભારતનાં બે મોટા સુપરસ્ટાર્સ સાથે હોય… પરંતુ તેમાથી એક સુપરસ્ટાર્સને ખરાબ લાગ્યું. જ્યારે હું તો નવો હતો તેમનો ફેન હતો, નબળો હતો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.