Surat News: સુરત (Surat)માં એક ભીષણ આગ (Fire)ની દુઘર્ટના બની. શહેરમાં સીમાડા નાકા વિસ્તારમાં મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્રણ માળના મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ. આ મકાનમાં સાડીના પટ્ટા ઉપર ટીકી લગાવવાનું કામ ચાલતુ હતું ત્યારે આગ લાગવાની દુર્ઘટના બનવા પામી. આ આગ દુર્ઘટનામાં મકાનમાં કામ કરનાર પાંચ લોકો ગંભીર રીતે દાઝયા જયારે 1 વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું. દાઝેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
સુરત શહેર ગુજરાતનું ડાયમંડ હબ માનવામાં આવે છે. પરંતુ હિરાની બનાવટ સાથે અન્ય પ્રકારની કારીગરી પણ વખણાય છે. સીમાડા નાકા વિસ્તારમાં આવેલ ત્રણ માળના મકાનમાં સાડી પર ટીકી લગાવવાનું કામ ચાલતું હતું. દરમ્યાન સાડી પર ટીકી લગાવવા માટે જે ગમનો ઉપયોગ થતો હતો. આ ગમને મિકસિંગ કરવા માટે જ્યારે એક કેમિકલ નાખવામાં આવ્યું ત્યારે અચાનક આગ લાગી અને જોત જોતામાં આખું મકાન આગની લપેટમાં ઝપટાયું. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમો ઘટનાસ્થળ પર પંહોચી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા.

સીમાડા નાકા વિસ્તારના વાલમ નગરમાં આવેલ ત્રણ મકાનમાં જયારે આગ લાગી ત્યારે લોકોમાં ભગદડ મચી ગઈ. મકાનમાં કામ કરનાર લોકો પોતાનો જીવ બચાવવા નાસવા લાગ્યા. એક મહિલા બારીમાંથી કૂદતા ભયંકર રીતે ઘાયલ થઈ. આગમાં દાઝેલા અન્ય લોકો સહિત આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યારે ઘટનામાં 1 વ્યક્તિ મૃત્યુ પામતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. આગની ઘટનામાં રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને સુરતના મેયર પણ હોસ્પટિલ પંહોચી દાઝી ગયેલ દર્દીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ ફાયર ટીમની કામગીરીની બિરદાવી હતી. આ સાથે વહીવટી તંત્ર દ્વારા પોલીસને આગના કારણોની તપાસ કરવાના આદેશ પણ અપાયા હતા.
આ પણ વાંચો: સુરતમાં 3 ઈંચ વરસાદ, વડોદરામાં 150 જેટલા વૃક્ષો ધરાશાયી
આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જ બીમાર:સુરત સિવિલમાં ઠેર-ઠેર ગંદકી
