સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદથી જ કંગના રનૌત સતત તેના નિવેદનો લઈને ચર્ચામાં છવાયેલી છે. સુશાંતના અવસાન પછી કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ફિલ્મ ઉદ્યોગના ઘણા જાણીતા ચહેરાઓને નિશાન બનાવ્યા છે. હવે કંગનાએ ફરી એકવાર ઘણા મોટા ખુલાસા કર્યો છે.
તેણે એક ખાનગી માધ્યમ સાથે વાતચીત કરતા કહ્યું કે તેની કારકિર્દીનો એક સમય એવો હતો જ્યારે તેને આવા દબાણમાંથી પસાર થવું પડતું હતું. તેમણે કહ્યું, એકવાર જાવેદ અખ્તરએ મને તેના ઘરે બોલાવી અને કહ્યું કે રાકેશ રોશન અને તેમનો પરિવાર ખૂબ મોટા લોકો છે. જો તું તેમની પાસે માફી માંગીશ નહીં, તો પછી તું ક્યાંયની નહીં રહી. તેઓ તને જેલમાં ધકેલી દેશે અને આ બધા પછી તારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ તેમના શબ્દો હતા કે, મેં ઋત્વિકની માફી ન માંગી, તો હું આત્મહત્યા કરીશ.
કંગનાએ વધુમાં કહ્યું કે તે જાણતી નથી કે આ બધા લોકો સુશાંતને ફોન કરીને તેના દિમાગમાં શું નાખી રહ્યા હતા. તેણે કહ્યું, “શું આ લોકો સુશાંતના મગજમાં આ (આત્મહત્યા) જેવી વસ્તુઓ ભરી રહ્યા હતા? મને ખબર નથી પણ હું પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ છું જેથી હું તેને સમજી શકું. સુશાંતે ઘણી વાર પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે નેપોટિઝમ અને ટેલેન્ટ બંને ઉદ્યોગમાં સાથે નહીં ચાલી શકે.
કંગના રનૌતે વધુમાં કહ્યું કે, ‘હું જાણું છું કે સુશાંતના આદિત્ય ચોપડા સાથે પણ મતભેદો હતા. જ્યારે મેં સુલતાનને નકારી કાઢી હતી ત્યારે તેણે મને ધમકી પણ આપી હતી કે હવે તે ક્યારેય મારી સાથે કામ કરશે નહીં. ફિલ્મ ઉદ્યોગ હંમેશા મારી સામે એક સાથે ઉભો જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
