ચીનની રાજધાની બેઇજિંગ કોરોના વાયરસનું નવું હબ બની રહ્યુ છે. હવે અહીં 20 નવા કેસ મળ્યા બાદ ચિંતા વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંનાં સીફૂડ અને માંસ બજારમાંથી વાયરસ ફેલાયો છે. જે લોકોમાં પણ કોરોનાનાં લક્ષણો દેખાઇ રહ્યા છે, તેમને ટ્રેસ કર્યા બાદ જાણવા મળ્યુ છે કે આ દરેક સી ફૂડ માર્કેટ સાથે જોડાયેલા છે
અગાઉ પણ એવા અહેવાલ મળ્યા હતા કે અહીંનાં સી ફૂડ માર્કેટમાંથી વાયરસ ફેલાયો છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં વુ જુન્યુએ વાયરસ પાછળનું કારણ સમજાવતાં કહ્યું કે, નીચા તાપમાન અને ઉચ્ચ ભેજ સીફૂડ માર્કેટમાં સંક્રમણ ફાટી નીકળવાનું કારણ હોઈ શકે છે, પરંતુ તપાસ હજુ ચાલુ છે. બેઇજિંગમાં વાયરસ ફેલાયા પછી ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે જીનોમ ચેઇન શેર કરવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લીધો હતો. તે પછી GISAID (ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝા ડેટા) માં પ્રકાશિત થયું હતું.
જો કે, જ્યારે વુહાનમાં વાયરસ ફેલાવાનું શરૂ થયું, ત્યારે ચીને વાયરસને શોધી કાઠવામાં 16 દિવસનો સમય લીધો. અગાઉ અહેવાલ છે કે ચીનમાં નવા કેસોનું કનેક્શન સાલમન માછલીથી સંબંધિત હોઈ શકે છે. તાજેતરમાં, જ્યારે મોટી સંખ્યામાં નવા કેસો નોંધાયા હતા, ત્યારે સ્થાનિક અખબારએ જણાવ્યું હતું કે, બેઇજિંગનાં સી ફૂડ માર્કેટનાં ચોપિંગ બોર્ડ પર વાયરસ મળી આવ્યો હતો, જેનો ઉપયોગ આયાતી સાલમન માછલી માટે થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
