Not Set/ પાકિસ્તાનની એક કોર્ટે હાફિઝ સઇદને દોષી ઠેરવ્યો, ટ્રાંસફર કરાયો મામલો

આતંકવાદી નેતા હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષી ઠેરવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, હાફિઝ સઇદને ગુજરાવાલાની કોર્ટે દોષી ઠહેરાવ્યો છે અને હવે આ મામલાને પાકિસ્તાન સ્થિત ગુજરાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ગત મહિને 18 જુલાઈએ પાકિસ્તાને હાફિઝની લાહોરથી ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. હાફિઝને આતંકવાદી પ્રવૃત્તિઓમાં આર્થિક સહાય કરવાના આરોપમાં પાકિસ્તાનનાં કાઉન્ટર ટેરરિઝમ […]

World

આતંકવાદી નેતા હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષી ઠેરવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, હાફિઝ સઇદને ગુજરાવાલાની કોર્ટે દોષી ઠહેરાવ્યો છે અને હવે આ મામલાને પાકિસ્તાન સ્થિત ગુજરાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ગત મહિને 18 જુલાઈએ પાકિસ્તાને હાફિઝની લાહોરથી ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. હાફિઝને આતંકવાદી પ્રવૃત્તિઓમાં આર્થિક સહાય કરવાના આરોપમાં પાકિસ્તાનનાં કાઉન્ટર ટેરરિઝમ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

હાફિઝ સઇદની અગાઉ પણ ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે અને ઘણીવાર તે મુક્ત પણ થઇ ચુક્યો છે. થોડા દિવસો પહેલા, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને ખુદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કબૂલાત કરી હતી કે આ સમયે પાકિસ્તાનમાં 40,000 થી વધુ આતંકવાદીઓ સક્રિય છે. જે બતાવે છે કે આ સમયે પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો સક્રિય છે.

મુંબઈ હુમલાનો છે માસ્ટરમાઇન્ડ

મુંબઈમાં થયેલા 26/11 આંતકવાદી હુમલામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ જ હતો. આ હુમલામાં વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. હાફિઝની ધરપકડ કરી અને બાદમાં તેને રિહા કરવો એ આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખોમાં ધૂળ નાખવા જેવું છે. આ પહેલા, હાફિઝની ડિસેમ્બર 2001, મે 2002, ઓક્ટોબર 2002, ઓગસ્ટ 2006, ડિસેમ્બર 2008, સપ્ટેમ્બર 2009, જાન્યુઆરી 2017 માં પણ બે વાર ધરપકડ કરવામાં આવી હતી.

યુએસ પણ હવે વોન્ટેડ જાહેર કરી ચુક્યુ છે

હાફિઝને 2014 માં યુ.એસ. દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો. યુએસની કાર્યવાહી બાદ પાકિસ્તાન પર સતત દબાણ હતું. લશ્કર-એ-તૈયબા પ્રતિબંધ પછી હાફિઝે પોતાની સંસ્થાનું નામ બદલીને જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત રાખ્યું હતું. ધાર્મિક સંગઠનની આડમાં તે ગરીબ યુવાનોને આતંકનાં માર્ગે દોરે છે અને આતંકનું પ્રશિક્ષણ આપીને પાકિસ્તાન આર્મી દ્વારા કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.