સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પૂરી રીતે હચમચી ઉઠી છે. અભિનેતાનાં મૃત્યુનાં 6 દિવસ પછી પણ, તેમને યાદ કરતા લોકો પોતાની પ્રક્રિયા સોશિયલ મીડિયા પર બતાવી રહ્યા છે, જ્યારે મનોરંજન ઉદ્યોગનાં ઘણા લોકો હજી પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન લોકપ્રિય ટીવી એક્ટર અને બિગ બોસ 13 નાં વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ પણ સુશાંત સાથે તેના બોન્ડિંગ વિશે વાત કરી હતી, જેની હવે ચર્ચા થઈ રહી છે.
બેગ બોસ 13 નાં વિનર સિદ્ધાર્થે કહ્યું, “હું અને સુશાંત એક બીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. જ્યારે પણ અમે મળતા ત્યારે એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા. હા, પરંતુ તે સાચું છે કે મારો અને તેમના સંબંધો એવો નથી, કે જેમાં ફોન પર વાત અથવા મેસેજ કરીએ. પણ જ્યાં અમે મળ્યા ત્યાં અમે હૃદયથી મળ્યા અને એકબીજા સાથે જોડાયેલા રહ્યા. સુશાંતની આત્મહત્યા અંગે સિદ્ધાર્થ શુક્લ આગળ કહે છે કે તેમના અવસાનથી મને આઘાત લાગ્યો હતો, જેમણે ઘણું બધુ હાંસલ કર્યું હતું, તે યુવા આવુ કેવી રીતે કરી શખે છે? હું તેની આત્મહત્યાથી ઘણો નિરાશ છુ.
આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડમાં તેની અભિનય કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘કાઇ પો છે‘ થી કરી હતી. આ પછી, અભિનેતા એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને છિંછોરે જેવી હિટ ફિલ્મો આપી છે. બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં સુશાંત ટીવી શો પવિત્ર રિશ્તા માટે પ્રખ્યાત હતો. સુશાંતે તેની આગામી ફિલ્મ કરતા પહેલા રવિવારે પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, જેણે સમગ્ર ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
