વિકાસ ગુપ્તા છેલ્લા કેટલાક દિવસોથી તેના જીવન પર ઓપનલી ચાહકોને જણાવી રહ્યો છે. હવે તાજેતરમાં વિકાસે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તે બાયસેક્સ્યુઅલ છે. વિકાસ ગુપ્તાએ ટ્વીટ કર્યું, ‘હું તમને આજે મારા વિષે એક વાત કહેવા માંગુ છું. મને ક્યારેય કોઈ વ્યક્તિનું લિંગ જોવાનું ગમતું નથી. મારા જેવા બીજા પણ છે. હું ગર્વથી કહું છું કે હું બાયસેક્સ્યુઅલ છું. હવે કોઈ પણ બ્લેકમેલ અથવા ગુંડાગીરી કરી શકશે નહીં.
Hi Just wanted to let you know a tiny detail about me. I fall in love with the human regardless of their gender. There r more like me. With #Pride I am Bisexual #VikasGupta PS No more being blackmailed or bullied #priyanksharma #ParthSamthaan ThankU for forcing me to come out 😊 pic.twitter.com/0N403EDukp
— Vikas Guppta (@lostboy54) June 20, 2020
વિકાસએ અગાઉ તેનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે 14-15 વર્ષના બાળકના વીડિયો વિશે ભાવનાત્મક વાત કરી રહ્યો છે, જે તેની ખરાબ હોવા અંગે વાત કરી રહ્યો છે. વીડિયોમાં વિકાસ કહી રહ્યો છે કે મેં એક બાળકનો યુટ્યુબ વીડિયો જોયો છે. બાળક કહી રહ્યો છે કે વિકાસ ગુપ્તા ખૂબ જ ખરાબ માણસ છે. ગંદા કામ કરે છે. તેણે વધુમાં કહ્યું કે, આ વિડીયો જોયા પછી, મારા મગજમાં આવી ગયું કે 14-15 વર્ષના બાળકને આ બાબતો કેવી રીતે સમજાઈ અને જો આ બાબતો તેના મગજમાં આવી શકે, તો બીજાને કેમ નહીં? તેથી જો હું કોઈને સત્ય શું છે તે ન કહું તો તે મને ખોટું માનશે, તેથી તે મહત્વનું છે કે હું તેમને કહું.
વિકાસ કહે છે, ‘હું એક સારો માણસ છું અને સારી વસ્તુઓ પણ કરું છું. પરંતુ મારા જીવનમાં કેટલાક ખોટા લોકો આવ્યા અને મને ખરાબ બનાવ્યા. જો કે, હવે મેં નક્કી કર્યું છે કે મારે તમને બધી સત્ય જણાવવી જોઈએ. તે કહે છે કે થોડા વર્ષોમાં મારી સાથે જે બન્યું તે ખૂબ જ વિચિત્ર છે. હવે હું કોઈથી ડરતો નથી, બહુ ડરી લીધું, હું એ બધાને તમારી સામે લઈને આવીશ જેમને મારા જીવનને નરક બનાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
