દુનિયા સુંદર છે. અહીંયા અલગ-અલગ જગ્યાઓ છે. કોઇ સારી જગ્યાનો ફોટો જોઇને એક વખત તો ઇચ્છતા જ હશો કે ત્યાં જઇને વસી જઇએ. આજે અમે તમને દુનિયાના 10 એવા શહેરોના નામ બતાવવા જઇ રહ્યા છે જે રહેવા માટે સૌથી સારા છે, પરંતુ આ 10 શહેરોમાં ભારતના એક પણ શહેરનું નામ નથી. સૌથી પહેલા નંબર આવે છે મેલબર્ન, મેલબર્ન ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની છે. આ શહેર પોતાના ટ્રેન્ડી કાફે, બાર માટે જાણીતું છે. આ ઇકૉનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યૂનિટ્સ 2017ની રેન્કિંગમાં ટૉપ પર છે. આ રેન્કિંગ સ્થિરતા, સ્વાસ્થય, સંસ્કૃતિ અને પર્યાવરણ, શિક્ષાને જોઇને નક્કી કરવામાં આવી છે.
આ રેન્કિંગમાં મેલબર્નને 100માંથી 97.5 નંબર મળ્યા છે. બીજા નંબર પર ઑસ્ટ્રેલિયાની રાજધાની વિયના છે જેને 97.4 નંબર મળ્યા છે. ત્રીજા નંબર પર કેનેડાનું વૈન્કૂવર શહેર છે જેને 97.3 નંબર મળ્યો છે. 97.2 નંબરોની સાથે ટોરેન્ટો ચૌથા નંબર પર, પાંચમા નંબર પર કેલગિરી અને એડિલેડ છે. તેણે 96.6 નંબર મળ્યા છે. પર્થ 95.9 નંબરની સાથે સાતમા સ્થાને છે. ઑકલેન્ડ 95.7 નંબરની સાથે આઠમા સ્થાને છે. 95.6 નંબરની સાથે હેલસિંકી નવમા અને હેમ્બર્ગ 95 નંબરની સાથે ટૉપ ટેન લિસ્ટમાં સૌથી નીચે છે.


આ સિવાય અમે એવા 10 શહેરો વિશે જણાવીશું જે રહેવાના હિસાબે સૌથી ખરાબ છે. તેમાં દમિશ્કમાં રહેવાના મામલામાં 100માંથી 30.2 નંબર મળ્યો છે. તે 140માં સ્થાન પર છે. લાગોસ 36 નંબરની સાથે 139માં સ્થાન પર, ત્રિપોલી 36.6 નંબરની સાથે 138માં સ્થાન પર, ઢાંકાને 38.7 નંબરની સાથે 137માં રેન્ક પર છે. પોર્ટ મોરેસ્બી 39.6 નંબરની સાથે 136માં સ્થાને છે. અલ્ઝીયર્સ અને કરાચી 40.9 નંબરોની સાથે 134માં સ્થાન પર છે. હરારે 42.6 નંબરની સાથે 133માં સ્થાન પર છે. ડૌલાને 44 નંબર મળ્યા છે જે 132માં સ્થાન પર છે. કીવ 47.7 નંબરની સાથે 131માં સ્થાન પર છે.


