ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી પસાર થતી એક ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. 12318 નંબરની અકાલતખ્ત એક્સપ્રેસમાં અચાનક બોમ્બ હોવાની ખબર મળતા રેલવે તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા. બોમ્બની ખબરને લઈને ટ્રેન જ્યાં પહોંચી હતી ત્યાં જ અધવચ્ચે અટકાવી દેવાઈ અને તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને મોડી રાતથી સવાર સુધી તેમને ત્યાં જ રોકાવું પડ્યું. રેલવે પોલીસના જવાનો તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી. જો કે તેઓ સવારના સમયે ઘટનાસ્થળે પહોંચ્યા હોવાનું મુસાફરોનું કહેવું છે. રેલવે પોલીસ તથા બોમ્બ ડિસ્ફોઝલ સ્કવોડના જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ટ્રેનના બી-3 નંબરના એસી કોચમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. જે બાદ તેનો નાશ કરવા માટે તેને દૂર લઈ જવાયો. તો ટ્રેનમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવતા મુસાફરોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે ટ્રેનમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવતા સહુ મુસાફરોએ તેમજ રેલવેના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

યુપીના અમેઠીમા અકાલતખ્ત એક્સપ્રેસમાં બોમ્બ હોવાની બાતમી મળી હતી જેને પગલે તપાસ કરાઈ હતી જેમાં બોમ્બની સાથે એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યુ છે જેમાં લખવામાં આવ્યુ છે કે, લશ્કર કમાન્ડર અબૂ દુજાનાની શહિદોનો બદલો હવે ભારતે ચૂકવવો પડશે.
